$20\, cm$ અને $15\, cm$ ત્રિજ્યાવાળા વાહકગોળા અહાવક સ્ટેનડ પર મૂકેલા છે. બંને ઉપર સમાન $10\ \mu C $ જેટલો વિદ્યતભાર છે. તેઓને તાંબાના તાર સાથે જોડીને અલગ કરતાં .....
બંને ગોળા પર સરખો વિદ્યુતભાર રહેશે.
$20\, cm$ ત્રિજ્યાવાળા ગોળા પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા વધારે હશે.
$20\, cm$ ત્રિજ્યાવાળા ગોળા પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ઓછી હશે.
બંને ગોળા પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સમાન હશે.
વિધુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિધુતક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. તો સમજાવો.
પોલા ધાતુના પાત્રમાંના અંદરના વિદ્યુતભારિત બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... છે.
સ્થિત વિધુત શિલ્ડિંગની આકૃતિ દોરીને સમજાવો.
બે સમાન વાહક ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી $5 \;cm$ અંતરે મૂકેલા છે તથા સમાન રીતે વિદ્યુતભારીત કરેલાં છે. તેમની ત્રિજ્યાઓ અનુક્રમે $1\; mm$ અને $2 \;mm$ છે. જો બંને ગોળાને વાહકતાર વડે જોડવામાં આવે, તો સંતુલિત સ્થિતિમાં ગોળા $A$ અને $B$ ની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?
$A$ અને $B$ બે વાહક ગોળાઓની ત્રિજ્યાઓ અનુક્રમે $1\, mm$ અને $2 \,mm$ છે અને તેઓ વિદ્યુતભારિત કરેલાં છે તથા $5\, cm$ અંતરે રાખેલા છે. હવે તેમને વાહક તારથી જોડતાં સમતોલન સ્થિતિમાં તેમની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોત્તર ...... છે.