$0°C$ તાપમાન ધરાવતો બરફનો ગાંગડો $1 km$ ઉંચાઈએથી અવાહક સપાટી પર પડે છે પરિણામે તેની પોતાની બધી જ ગતિ-ઊર્જા ઉષ્મામાં રૂપાંતર પામે છે, તો તેનો કેટલામો ભાગ પીગળશે ? $(g = 10 m/s^{2})$
$\frac{1}{{33}}$
$\frac{1}{8}$
$\frac{1}{{33}} \times {10^{ - 4}}$
બધો જ પીગળી જશે
કાર્બન ડાયોક્સાઇડ માટેનાં $P -T$ ફેઝ ડાયગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો :
$(a)$ કયા તાપમાને અને દબાણે $CO_2$ ,ના ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ સંતુલિત સ્થિતિમાં સહ અસ્તિત્વમાં હશે ?
$(b)$ દબાણના ઘટાડા સાથે $CO_2$ ના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પર શું અસર થશે ?
$(c)$ $CO$, માટે ક્રાંતિક તાપમાન અને દબાણ શું છે? તેનું મહત્ત્વ શું છે?
$(d)$ $(i)$ $-70 \,^oC$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે
$(ii)$ $-60 \,^oC$ તાપમાને અને $10$ વાતાવરણ દબાણે
$(ii)$ $15 \,^oC$ તાપમાને અને $56$ વાતાવરણ દબાણે
$CO_2$, ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કઈ અવસ્થામાં હશે ?
દ્રવ્યની અવસ્થા-ફેરફાર કોને કહે છે ?
$2.5\, kg$ દળના તાંબાના એક બ્લૉકને ભઠ્ઠીમાં $500 \,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને મોટા બરફના બ્લૉક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે ? (તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 0.39 \,J\,g\,^{-1}\, K^{-1}$, પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા $= 335\, J \,g^{-1})$
બરફ પર સ્કેટિંગ શાથી શક્ય બને છે ?
પાણી અને $C{O_2}$ ના $P \to T$ ડાયાગ્રામ વચ્ચેનો અગત્યનો તફાવત કયો છે ?