$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.
જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે :
$(i)$ તે પોતાના જેવી જ પ્રતિકૃતિ (replication) બનાવવામાં સક્ષમ હોવો જોઈએ.
$(ii)$ તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.
$(iii)$ ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો (mutation) માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ.
$(iv)$ 'મૅન્ડેલિયન લક્ષણો' નાં રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ.
જો કોઈ બેઇઝ જોડ અને પૂરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિઇક ઍસિડ ( $DNA$ અને $RNA$ ) એ દ્વિકૃત (duplication) થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમકે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે.
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $-I$ | વિભાગ $-II$ | વિભાગ $-III$ |
$(1)\, 1952$ | $(a)$ વોટસન અને ક્રિક | $(i)$ $DNA$ નું બેવડું કુંતલાકાર મોડેલ |
$(2)\, 1928$ | $(b)$ ફેડરીક મીશર | $(ii)$ $DNA$ જનીન દ્રવ્યછે તેની સાબિતી |
$(3)\,1869$ | $(c)$ ગ્રીફીથ | $(iii)$ ન્યુકલેઈન |
$(4)\,1953$ | $(d)$ હર્શી અને ચેઈઝ | $(iv)$ રૂપાંતરણીય સિદ્ધાંત |
$S$ સ્ટેઈન બેક્ટેરીયામાં શેનું આવરણ હોય છે ?
જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?
હર્શી અને ચેઝ દ્વારા આપવામાં આવેલી સચોટ સાબિતી , કે $DNA$ એ જ જનીન દ્રવ્ય છે. તેઓએ શેના પર કાર્ય કર્યું?
કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?