તફાવત આપો : $m-\rm {RNA}$ અને $t-\rm {RNA}$
$m-RNA$ | $t-RNA$ |
$(1)$ પ્રોટીન સંશ્લેષણ અંગેની માહિતી કોષકેન્દ્રમાંથી કોષરસ તરફ વહન કરે છે. |
$(1)$ વિવિધ એમિનો ઍસિડ સાથે જોડાઈ, તેને રિબોઝોમની સપાટી પર લાવે છે. |
$(2)$ જનીનોની સક્રિયતાના આધારે અસંખ્ય $m-RNA$ એકમો અલગ-અલગ સમયે કોષમાં કાર્યરત હોય છે. | $(2)$ વીસ પ્રકારના એમિનો ઍસિડના વહન માટે $61$ પ્રકારના $t-RNA$ સંભવિત છે. (જનીન સંકેત $61$ છે.) |
$(3)$ કાર્ય પૂરું કર્યા પછી $m-RNA$ વિઘટન પામે છે. |
$(3)$ $t-RNA$ વિઘટન પામતા નથી. |
$(4)$ $m-RNA$માંના ન્યુક્લિઓટાઇડના ક્રમના આધારે તેમના દ્વારા નિયંત્રિત પ્રોટીન બંધારણમાંના એમિનો ઍસિડના ક્રમ અને સ્થાન નક્કી થાય છે. | $(4)$ $t-RNA$ કોઈ એક ચોક્કસ પ્રકારના એમિનો એસિડના એકમનું વહન કરે છે. |
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ રૂપાંતરણ
$2.$ સંદેશવાહક $\rm {RNA}$ $(m-\rm {RNA})$
નીચેના પૂર્ણ નામ આપો :
$1.$ $\rm {DNA}$
$2.$ $\rm {RNA}$
$3.$ $\rm {hnRNA}$
$4.$ $\rm {UTR}$
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ એકઝોન | $(I)$ બિનસાંકેતિક ક્રમ |
$(b)$ ઈન્ટ્રોન | $(II)$ સાંકેતિક ક્રમ |
$(c)$ જનીન સંકેત | $(III)$ ન્યુકિલ ઓઝોમ |
$(d)$ $DNA$ પેકેજીંગ | $(IV)$ નીરેનબર્ગ, ખોરાના અને માર્થી |
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?
પ્રાણીકોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં જોવા મળે છે ?