$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો વર્ણવો.
$DNA$ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા $DNA$ ફિંગરપ્રિન્ટિંગની સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં ઉપયોગી છે.
બહુરૂપકતા (આનુવંશિક આધાર પર વિવિધતા) વિકૃતિના કારણે ઉત્પન્ન થાય છે. કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અથવા જનનકોષોમાં ઉદ્ભવે છે.
જો જનનકોષોમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાનોત્પત્તિ ક્ષમતાને ગંભીર રીતે પ્રભાવિત ના કરે તો વિકૃતિનું વહન થાય છે જેનાથી લિંગી પ્રજનન દ્વારા બીજા સભ્યોમાં ફેલાય છે.
જો મનુષ્યની વસતિમાં $0.01$થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે એલેલ (Allel) હોય તો એલેલિક અનુક્રમની વિભિન્નતાને $DNA$ની બહુરૂપકતા કહે છે.બીજા શબ્દોમાં એક વારસાગત વિકૃતિ વસતિમાં વધુ આવૃત્તિથી મળે છે તો તેને $DNA$ બહુરૂપકતા કહે છે.
આ વિવિધતાની સંભાવના નોન-કોડિંગ $DNA$માં વધારે હોય છે. કારણ આ અનુક્રમોની વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરતી નથી.
આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે. જેના પરિણામે બહુરૂપકતા (polymorphism) ઉત્પન્ન થાય છે. તે વિવિધ સ્વરૂપની હોય છે. જેમાં એક ન્યુક્લિઓટાઇડથી લઈ મોટા પાયે ફેરફાર થાય છે.
કયા અનુક્રમ કોઈપણ પોલિપેપ્ટાઈડ માટે સંકેતન કરતા નથી ?
$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ નું ફોરેન્સિક ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે કારણ આપી સાબિત કરો.
$DNA$ બહુરૂપકતા એ આનો આધાર બને છે :
નીચે આપેલમાંથી કઈ એક વ્યાખ્યા નામની જોડ સમાન અર્થ દર્શાવે છે.
ખોટા વિધાનને પસંદ કરો.