ડાઉન્સ સિન્ડ્રોમ વિશે ટૂંકમાં સમજૂતી આપો.
આ ખામી $21$મા રંગસૂત્રોમાં (ટ્રાયસોમી $21)$ એક વધારાના રંગસૂત્રના ઉમેરાવાના કારણે થાય છે. આ જોડીમાં બે રંગસૂત્રોને બદલે ત્રણ હોય છે. આમ કુલ રંગસૂત્રો $47$ હોય છે.
આ ખામીનું નિર્દેશન સૌપ્રથમ $1866$માં લેન્ગડન ડાઉન (langdon down) નામના વૈજ્ઞાનિક દ્વારા કરાયું હતું.
આ ખામી સંબંધિત લક્ષણો નીચે પ્રમાણે જોવા મળે છે :
ઠીંગણું કદ, મોટું માથું, ટૂંકી ગરદન
મોંગોલૉઇડ પ્રજા જેવા ગડીયુક્ત આંખના પોપચાં
લાંબી, જાડી અને ફૂલેલી જીભ, લટકતા હોઠ
માનસિક મંદતા, શારીરિક વિકાસ રુંધાયેલો
ટૂંકા અક્કડ આંગળા, સપાટ હથેળી
પ્રજનન અંગો અલ્પવિકસિત, વંધ્યતા (sterility)
આવા ખામીયુક્ત બાળજન્મ સામાન્ય રીતે મોટી ઉંમરે બાળકને જન્મ આપતી માતાના બાળકમાં જોવા મળે છે.
દર $700$ વ્યક્તિમાંથી $1$ બાળકમાં ડાઉન્સ સિન્ડ્રોમ હોવાની શક્યતાઓ જોવા મળે છે.
કોલમ $-I$ અને કોલમ $-II$ ને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(P)$ ટર્નસ સિન્ડ્રોમ | $(i)$ લિંગી (2n-l) |
$(Q)$ ડાઉન સિન્ડ્રોમ | $(ii)$ લિંગી (2n+1) |
$(R)$ ક્લાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ | $(iii)$ દૈહિક (2n+1) |
એલોસોમીક ટ્રાયસોમી સ્થિતિ શેમાં જોવા મળે છે?
લિંગી અને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો.
ડાઉન સિન્ડ્રોમ માટે ખોટુ વિધાન પસંદ કરો.
દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?