ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનાં રૂપાંતરો વર્ણવો.
$\Rightarrow$ $(A)$ ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનાં રૂપાંતર :
$(i)$ ગાંઠામૂળી (Rhizome) : આદું (Ginger), હળદર (Turmeric), જમીનકંદ અને અળવી (Colocasia) એ ભૂમિગત પ્રકાંડ છે. તે ખોરાકનો સંગ્રહ કરી અનિયમિત આકારની ગાંઠ જેવું બને છે. તે ગાંઠો, આંતરગાંઠો, શલ્ટિપણે અને અસ્થાનિક મૂળ ધરાવે છે.
$(ii)$ ગ્રંથિલ (Tuber) : બટાટા (Potato)માં ભૂમિગત પ્રકાંડ ઉપર આવેલા શલ્કિપર્ણોની કક્ષામાંથી ઉદ્ભવતી શાખાઓના ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર રચના કરે છે, તેને ગ્રંથિલ કહે છે. બટાટાની સપાટી પર ખાડાઓ હોય છે જેમને આંખ કહે છે, તેમાં કલિકા હોય છે, જે વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે,
$(iii)$ વજકંદ (Corm) સૂરણ : સૂરણ (Amorphophalus)એ ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે.
ડુંગળીમાં ફૂલેલી ભૂમિગત રચના .........છે.
સાચાં વિધાનને ઓળખો:
$(a)$ સીટ્રસ અને બોગનવેલીઆમાં પર્ણિકા અણીદાર,સખત પ્રંકાડ કંટકમાં રૂપાંતરિત હોય છે.
$(b)$ કાકડી અને કોળા માં કક્ષકાલિકા,પાતળી અને કુતલાકાર પ્રંકાડસૂત્ર બનાવે છે.
$(c)$ ઓપુન્શીયામાં પ્રકાંડ ચપટુ અને માંસલ દળદાર (ફ્લેશી) હોય છે જે પર્ણનું કાર્ય કરવા રૂપાંતરિત હોય છે.
$(d)$રાઈઝોફોરામૂળની લંબવર્તી ઉધર્વ વૃદ્ધિ દર્શાવે છે જે શ્વસન માટે ઓક્સિજન મેળવવા મદદ કરે છે.
$(e)$ ઘાસ અને સ્ટ્રોબેરીમાં આંશિક હવાઈ (સબ એરીયલી) વૃદ્ધિ પામતા પ્રકંડ વાનસ્પતિક પ્રસર્જન (પ્રોપેગેશન) માં મદદ કરે છે.
પિસ્ટીયા અને ઇચૌર્નિઆમાં પ્રકાંડ શેમાં પરિવર્તિત થયેલા હોય છે?
કોળામાં, એક્ઝીલરી કલિકાઓ દ્વારા તૈયાર કરાયેલા સર્પાકાર ગૂંચળા જેવાં રચનાને શું કહેવાય છે?
તેમાં ભૂમીગત પ્રકાંડમાંથી નીકળતી શાખા અનુપ્રસ્થ વિકસી ત્રાંસી વળીને જમીનમાંથી બહાર નીકળે.