એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?
એક પરિમાણમાં વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં થતો ફેરફાર જણાવો.
કોઈ પણ સમયગાળા માટે પ્રવેગ $\to $ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?
જે વેગ-સમય આલેખનો આકાર $AMB$ હોય, તો તેને અનુરૂપ પ્રવેગ-સમય આલેખનો આકાર કેવો હશે?