$10 \,kg$ દળને $5 \,m$ લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ $30 \,N$ જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ $\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)$ છે. $x$ નું મૂલ્ય ........... થશે. $\left(g=10 m / s ^{2}\right)$
નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા (પરિણામી) બળનાં માન અને દિશા જણાવો :
$(a)$ અચળ ઝડપથી નીચે પડતા વરસાદનાં ટીંપા પર
$(b)$ પાણી પર તરતા $10\, g$ દળના બૂચ પર
$(c)$ આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર
$(d)$ ખરબચડા રસ્તા પર $30\, km/h$ ના અચળ વેગથી ગતિ કરતી કાર પર
$(e)$ બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઈલેક્ટ્રોન પર
આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ $T_1 \,\,kg-wt$ માં કેટલો થાય?
દ્વિ-પરિમાણમાં ગતિ કરતાં કણના $(x,\, t)$, $(y,\, t)$ ની આકૃતિઓ નીચે દર્શાવી છે.
જો કણનું દળ $500\, g$ હોય તો તેનાં પર લાગતું બળ (મૂલ્ય અને દિશા) શોધો.
$\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?