$80\, kg$ નો એક વ્યક્તિ પેરાશૂટિંગ કરે છે અને નીચે તરફ $2.8\, m/s^2$ જેટલો પ્રવેગ અનુભવે છે. પેરશૂટનું દળ $5\, kg$ છે. તો પેરાશૂટને ખોલવા માટે ઉપર તરફ ........... $N$ બળ લાગતું હશે . ( $g = 9.8\, m/s^2$)
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $P$ બિંદુએ દોરીઓમાં ઉત્પન્ન કરેલા ચાર બળો લાગે છે, તો ક્યુ સ્થિર હશે ? $\vec {F_1}$ અને $\vec {F_2}$ બળો શોધો.
$5\,kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગબેલેન્સ સાથે જોડેલ છે તો સ્પ્રિંગ બેલેન્સ પર લાગતું બળ($N$ માં) કેટલું હશે?
નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા (પરિણામી) બળનાં માન અને દિશા જણાવો :
$(a)$ અચળ ઝડપથી નીચે પડતા વરસાદનાં ટીંપા પર
$(b)$ પાણી પર તરતા $10\, g$ દળના બૂચ પર
$(c)$ આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર
$(d)$ ખરબચડા રસ્તા પર $30\, km/h$ ના અચળ વેગથી ગતિ કરતી કાર પર
$(e)$ બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઈલેક્ટ્રોન પર
સ્પ્રિંગના મુક્ત છેડે પર લગાવેલા બ્લોક દ્વારા લાગતા પુનઃસ્થાપન બળને શેના દ્વારા રજૂ કરી શકાય?