''સાધનનું લઘુતમ માપ શક્ય એટલું નાનું હોય તેવું સાધન વાપરવું હિતાવહ છે.” આ વિધાન સ્પષ્ટ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભૌતિક રાશિના માપનમાં લઘુતમ માપ શક્ય તેટલું નાનું હોય. તેવું સાધન વાપરવાથી નિરપેક્ષ ત્રુટિ ઓછી મળે પરિણામે પ્રતિશત ત્રુટિ ઓછી મળે તેથી માપન વધુ ચોક્સાઈવાળું મેળવી શકાય છે.

Similar Questions

પદાર્થનું સ્થાનાંતર $(13.8 \pm 0.2) m$ અને લાગતો સમય $(4.0 \pm 0.3) s$ હોય,તો વેગ કેટલો થશે?

એક બ્રીજની નીચે વહેતી નદીના પાણીમાં પથ્થર ને મુકતપતન આપીને બ્રીજની ઊંચાઇ માપવાનાં પ્રયોગમાં સમયના માપનમાં $2$ સૅકન્ડને અંતે $0.1\,s$ ની ત્રુટિ ઉદભવે છે. તો આ બ્રીજની ઊંચાઈના માપનમાં ઉદભવતી ત્રુટિ આશરે ……  $m$ હોય.

ભૌતિક રાશિ $ A = \frac{{{a^2}{b^3}}}{{c\sqrt d }} $ માં $a,b,c$ અને $d$ માં પ્રતિશત ત્રુટિ $1\%,3\%,2\%$ અને $2\%$ હોય,તો ભૌતિક રાશિ $A$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.

કોઈ ભૌતિક રાશિ $P$ ને $P=  \frac{{{A^3}{B^{\frac{1}{2}}}}}{{{C^{ - 4}}{D^{\frac{3}{2}}}}} $ સૂત્ર વડે રજૂ કરવામાં આવે તો, $P$ માં કોના દ્વારા મહત્તમ ત્રુટિ ઉમેરાશે?

ત્રુટિને સંપૂર્ણપણે નિવારી શકાય ?