સજીવોની અજૈવિકકારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો.
અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણ (સંતાપ-bother)માં મૂકે છે. સજીવ (વ્યક્તિ) એ આશા (અપેક્ષા) રાખી શકે કે તેના અસ્તિત્વનાં લાખો વર્ષોના સમયગાળા દરમિયાન, ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક (શરીરની અંદર જ) પર્યાવરણ વિકસિત કર્યું હશે જે બધી જ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતા (maximal efficiency)થી કરવા દે છે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતા તંદુરસ્તી-fitness)માં વધારો કરે છે.
ઉદાહરણ તરીકે આ સ્થિરતા (નિરંતરતા-constancy), દેહજળના ઈષ્ટત્તમ (અનૂકૂલતમ-optimal) તાપમાન અને આસૃતિ સાંદ્રતા (osmetic concentration)ના સ્વરૂપે હોઈ શકે છે. આદર્શ રીતે ત્યારે, સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા (સમસ્થિતિ કહેવાતી પ્રક્રિયા-homeostasis) જાળવવા પ્રયત્ન કરશે, પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ તેના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું (બગાડવાનું) વલણ ધરાવે. આ મહત્ત્વપૂર્ણ સંકલ્પનાને સુસ્પષ્ટ કરવા માટે આપણે સાદગ્ધ તા (સાકારરૂપ-analogy)ની ચર્ચાને ધ્યાનમાં લઈએ છીએ.
માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન $25^o$ સે હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા સક્ષમ હોય છે અને જ્યારે બહાર દઝાડી નાખતી ગરમી (scorchingly hot) કે થીજાવી નાખતી ઠંડી (freezingly cold) હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઇચ્છા રાખે છે. તે તેની સમસ્થિતિને ઘરમાં, મુસાફરી કરતી વખતે કારમાં અને તેના કાર્યસ્થળે ઉનાળામાં વાતાનુકૂલક (air conditioner) તથા શિયાળામાં તાપક-સગડી (heater) દ્વારા પ્રાપ્ત કરી શકે છે. ત્યારે ભલે તેની / તેણીની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય તેમ છતાં તેની તેણીની પોતાની કાર્યક્ષમતા હંમેશાં મહત્તમ હશે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહિ પરંતુ કૃત્રિમ સાધનો (artificial means) દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે.
કયાં પ્રકારનાં બેકટેરીયા $100° C$ તાપમાને અનુકુલનતા દર્શાવે છે?
........... ની ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રકાશને વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.
કયાં પ્રકારની સમસ્યાથી સ્ટીનોહેલાઈન પ્રાણીઓ લાંબા સમય સુધી દરીયાઈ વસવાટમાં રહી શકતા નથી.
કઈ સ્થલજ વનસ્પતિ એ દરિયાની વધુ ક્ષારતાને સહન કરી શકે છે ?
સજીવો કે જેઓ ઊકળતા ઉષ્ણ ઝરણુંમાં જોવા મળે છે તે - $.....$ છે.