માનવ ઉદ્દવિકાસનો સંપૂર્ણ અહેવાલ ઉદાહરણ સાથે વર્ણવો.
લગભગ $15$ મિલિયન વર્ષ પૂર્વે ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સ નામના પ્રાઈમેટ અસ્તિત્વમાં હતા. તેઓ વાળવાળા તેમજ ગોરિલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા. રામાપિથેક્સ વધુ માનવ જેવા હતા જ્યારે ડ્રાયોપિથેક્સ વધુ એપ જેવા હતા.
ઇથિઓપિયા તથા તાન્ઝાનિયા (આકૃતિ) માં કેટલાક અશ્મિઓ માનવ-અસ્થિઓ જેવા મળી આવ્યા. આ માનવીય વિશિષ્ટાઓ જે એ માન્યતાને આગળ વધારે છે કે $3-4$ મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઈમેટ્સ પૂર્વી આફ્રિકામાં વિચરણ કરતા હતા. તેઓ સંભવતઃ $4$ ફૂટથી ઊંચા ન હતા પરંતુ તે સીધા ચાલતા હતા.
લગભગ $2$ મિલિયન વર્ષ પૂર્વે ઑસ્ટ્રેલોપિથેસિન સંભવતઃ પૂર્વી આફ્રિકાના ઘાસનાં મેદાનોમાં રહેતા હતા. પુરાવા દર્શાવે છે કે તે શરૂઆતમાં પથ્થરોના હથિયારોથી શિકાર કરતા હતા પરંતુ મૂળભૂત રીતે ફળો ખાતા હતા. શોધવામાં આવેલ અસ્થિઓમાંના કેટલાક અસ્થિઓ ભિન્ન હતા. આ જીવને પ્રથમ માનવ જેવા કહેવાતા માનવીય હોય તેમને હોમો હેબિલિસ કહેવાયા.
તેમના મગજની ક્ષમતા $650-800\, cc$ ના વચ્ચે હતી. તે સંભવતઃ માંસ ખાતા નહોતા. $1891$ માં જાવામાંથી શોધાયેલ અશ્મિઓએ આગળનું ચરણ પ્રગટ કર્યું એટલે કે હોમો ઇરેકટ્સ જે આશરે $1.5$ મિલિયન વર્ષ પૂર્વે હતા. હોમો ઇરેકટ્સનું મગજ મોટું હતું જે લગભગ $900\, cc$ નું હતું.
હોમો ઇરેકટ્સ સંભવતઃ માંસ ખાતા હતા. નિએન્ડરથલ માનવ $1400\, cc$ ના મસ્તિક કદ સાથે $1,00,000$ થી $40,000$ વર્ષ પૂર્વે પૂર્વી અને મધ્ય એશિયાની નજીક રહેતા હતા
તેઓ તેમના શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા હતા અને તેમના મૃતકોને જમીનમાં દાટતા હતા. હોમો સેપિયન્સ આફ્રિકામાં પ્રગટ થયા (વિકસિત થયા) તથા સમગ્ર ખંડોમાં સ્થળાંતરિત થયા અને ભિન્ન જાતોમાં વિકસિત થયા.
$75,000-10,000$ વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા. પ્રાગૈતિહાસિક ગુફા-કલાનો વિકાસ લગભગ $18,000$ વર્ષો અગાઉ થયો હતો. પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલ ચિત્રો મધ્યપ્રદેશના સાયસન જિલ્લામાં ભીમલકતા ખડક ઉપરની આવી એક ગૂફામાં જોવા મળે છે. આશરે $10,000$ વર્ષો પૂર્વે કૃષિ શરૂ થઈ અને માનવ-વસાહતો શરૂ થઈ.
નીચેનામાંથી કયું વિધાન માનવ અશ્મિની જાત માટે સાચું છે ?
અશ્મિ માનવ કે જેનુ મસ્તિષક કદ આધુનિક માનવના મસ્તિષ્ક કદ જેટલું જ છે.
માનવ પૂર્વજોમાં મગજનું કદ $1000$ સી.સી. થી વધારે માં છે.
જાવા માનવનું વૈજ્ઞાનિક નામ કયું છે?
ઓસ્ટ્રેલોપિથોક્સ શક્ય છે રહેતા હતા