ઉદ્દવિકાસનો ગર્ભવિધાકીય આધાર સમજાવો
ઉદ્દવિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર અર્ન્સ્ટ હેકલે (Ernst Heckel) પણ આપ્યો, તેનાં અવલોકનોને આધારે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાંક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે, પણ પુખ્તમાં ગેરહાજર હોય છે. ઉદાહરણ તરીકે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ (હરોળ) વિકસે છે પરંતુ તે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત હોય છે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહિ. જોકે, આ દરખાસ્ત કાર્લ અર્ન્સ્ટ વોન બાયર (Karl Ernst Von Baer) દ્વારા કરવામાં આવેલા કાળજીપૂર્વકના અભ્યાસમાં નકારી કાઢવામાં આવી હતી. તેમણે નોંધ્યું હતું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી.
માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના વિકસે છે?
ઇંગ્લેન્ડમાં ઔધોગિકીકરણ દરમિયાન ફૂદાંની ઉદવિકાસીય વાર્તા દર્શાવે છે. ઉદવિકાસ દેખીતી રીતે પ્રતિવર્તી છે. આ વિધાન સ્પષ્ટ કરો.
સમમૂલકતતા ..... નિર્દેશ કરે છે.
પક્ષીઓની પાંખો અને કીટકોની પાંખો …….
નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના પક્ષીની પાંખને સમમુલક હોય છે ?