(N/A) $DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેની સાબિતી આફ્રેડ હર્શી અને માર્થા ચેઇઝ $(1952)$ ના પ્રયોગ પરથી મળી. તેઓએ બૅક્ટરિયાને ચેપ લગાડતા વાઇરસ પર કાર્ય કર્યું,જેને બૅક્ટરિયોફેઝ કહે છે.
બૅક્ટરિયોફેઝ બૅક્ટરિયા પર સ્થાપિત થાય છે અને પોતાનું જનીન દ્રવ્ય બૅક્ટરિયામાં દાખલ કરે છે. બૅક્ટરિયા વાઇરસના આનુવંશિક દ્રવ્યનો ઉપયોગ કરીને અનેક વાઇરસ કણોનું નિર્માણ કરે છે.
હર્શી અને ચેઇઝે પ્રયોગો કર્યા કે વાઇરસમાંથી બૅક્ટરિયામાં $DNA$ પ્રવેશે છે કે પ્રોટીન.
તેઓએ કેટલાક વાઇરસને રેડિયોએક્ટિવ ફૉસ્ફરસ $(^{32}P)$ ધરાવતા માધ્યમમાં અને કેટલાકને રેડિયોએક્ટિવ સલ્ફર $(^{35}S)$ ધરાવતા માધ્યમમાં ઉછેર્યા. જે વાઇરસને રેડિયોએક્ટિવ ફૉસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યા હતા,તેમાં રેડિયોએક્ટિવ $DNA$ જોવા મળ્યું,પણ રેડિયોએક્ટિવ પ્રોટીન ન હતું,કારણ કે $DNA$ માં ફૉસ્ફરસ હોય છે પણ પ્રોટીનમાં હોતું નથી.
તે જ રીતે,જે વાઇરસનો રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો,તેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું પણ રેડિયોએક્ટિવ $DNA$ નહીં,કારણ કે $DNA$ સલ્ફર ધરાવતું નથી.
હવે આ રેડિયોએક્ટિવ બૅક્ટરિયોફેઝને $E. coli$ બૅક્ટરિયા પર સ્થાપિત કર્યા. જેમ જેમ સંક્રમણ (infection) આગળ વધે છે,તેમ તેમ બ્લેન્ડરમાં હલાવવાથી વાઇરસનું આવરણ (capsid) બૅક્ટરિયાથી અલગ થઈ જાય છે. બૅક્ટરિયાને સેન્ટ્રીફ્યુજ કરતાં વાઇરસના કણો અલગ થઈ જાય છે. જે બૅક્ટરિયામાં રેડિયોએક્ટિવ $DNA$ વાળા વાઇરસનો ચેપ લાગ્યો હતો,તે રેડિયોએક્ટિવ જોવા મળ્યા,જે દર્શાવે છે કે $DNA$ એ વાઇરસમાંથી બૅક્ટરિયામાં દાખલ થયેલ દ્રવ્ય છે. જે બૅક્ટરિયામાં રેડિયોએક્ટિવ પ્રોટીન વાળા વાઇરસનો ચેપ લાગ્યો હતો,તે રેડિયોએક્ટિવ ન હતા,જે દર્શાવે છે કે પ્રોટીન બૅક્ટરિયામાં પ્રવેશતું નથી.