રૂપાંતરિત સિદ્ધાંત માટેનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજાવો.
એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટી $(1993-44)$ના સંશોધન પહેલાં પ્રોટીન આનુવંશિક દ્રવ્ય છે તેવી માન્યતા હતી.
ગ્રિફિથના રૂપાંતરિત સિદ્ધાંત (transforming principle)ની જૈવરાસાયણિક પ્રકૃતિનો આ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો.
ગરમીથી મૃત $S$ કોષોમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો $(DNA, RNA,$ પ્રોટીન$)$થી તેમણે શોધ્યું કે કયું દ્રવ્ય જીવંત $R$ કોષોને $S$ કોષોમાં રૂપાંતરિત કરે છે. તેમણે દર્શાવ્યું કે $S$ બૅક્ટરિયાનું $DNA$ જ $R$ બૅક્ટરિયાનું રૂપાંતરણ કરે છે.
તેમનાં સંશોધનો દ્વારા માહિતી મળી કે પ્રોટીએઝ કે $RNAase$ ઉત્સેચકોની આ રૂપાંતરણ પર અસર થતી નથી માટે રૂપાંતરિત પદાર્થ પ્રોટીન કે $RNA$ નથી.
પરંતુ $DNAase$ દ્વારા પાચનથી આ પ્રક્રિયા અવરોધાય છે. એનાથી સ્પષ્ટતા થાય છે કે $DNA$ રૂપાંતરણ માટે જવાબદાર જનીન દ્રવ્ય છે.
$DNA$ માં શું હોતું નથી ?
એવા ત્રણ વાઇરસના નામ આપો જેમાં $\rm {RNA}$ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે.
નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?
યોગ્ય જોડ બનાવો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(W)$ ગ્રીફીથ | $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે. |
$(X)$ એવરી, મેકલિઓડ | $(2)$ સ્વયંજનન અધરૂઢીગત રીતે |
$(Y)$ મેસલસન$-$સ્ટાલ | $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત |
$(Z)$ હર્શી અને ચેઈઝ | $(4)$ $DNase$ થી રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય |
શા માટે $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તતો નથી ?