બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ સવિસ્તર વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગ્રેગર મેન્ડલ,સટન,મોર્ગન તેમજ અન્ય વૈજ્ઞાનિકોની પૂર્વ શોધના આધારે સ્પષ્ટ થયું કે કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રો આનુવંશિક માહિતી ધરાવે છે,પરંતુ આનુવંશિક દ્રવ્યની પ્રકૃતિ વિશે સ્પષ્ટતા નહોતી.
જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિની શોધ $1926$ સુધીમાં આણ્વિય સ્તરે પહોંચી હતી.
ફ્રેડરિક ગ્રિફિથે $1928$ માં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની (ન્યુમોકોકસ) બેક્ટેરિયા દ્વારા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા.
જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ પામે છે,ત્યારે કેટલાક લીસી અને ચળકતી વસાહત ($S$ સ્ટ્રેઇન) બનાવે છે,જ્યારે કેટલાક ખરબચડી વસાહત ($R$ સ્ટ્રેઇન) બનાવે છે. આનું કારણ એ છે કે $S$ સ્ટ્રેઇન બેક્ટેરિયામાં શ્લેષ્મ (પોલિસેકેરાઇડ)નું આવરણ હોય છે,જ્યારે $R$ સ્ટ્રેઇનમાં આવું આવરણ હોતું નથી. જ્યારે ઉંદરને $S$ સ્ટ્રેઇન (ઝેરી) વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ન્યુમોનિયાના ચેપથી તેઓ મૃત્યુ પામ્યા. પરંતુ જ્યારે ઉંદરને $R$ સ્ટ્રેઇન વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે તેમને ન્યુમોનિયા થયો નહીં.
$S$ સ્ટ્રેઇન $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર મૃત્યુ પામ્યા.
$R$ સ્ટ્રેઇન $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર જીવંત રહ્યા.
ગ્રિફિથે બેક્ટેરિયાને ગરમ કરીને મૃત કર્યા. તેણે જોયું કે ગરમીથી મૃત કરેલ $S$ સ્ટ્રેઇન બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરવાથી ઉંદરનું મૃત્યુ થયું નહીં. જ્યારે તેણે ગરમીથી મૃત કરેલ $S$ સ્ટ્રેઇન અને જીવંત $R$ સ્ટ્રેઇનનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું,ત્યારે ઉંદર મૃત્યુ પામ્યા. વધુમાં,આ મૃત ઉંદરમાંથી તેમને જીવંત $S$ બેક્ટેરિયા પ્રાપ્ત થયા.
$S$ સ્ટ્રેઇન (ગરમીથી મૃત કરેલ) $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર જીવંત રહ્યા.
$S$ સ્ટ્રેઇન (ગરમીથી મૃત કરેલ) $+$ $R$ સ્ટ્રેઇન (જીવંત) $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર મૃત્યુ પામ્યા.
ગ્રિફિથે તારણ કાઢ્યું કે $R$ સ્ટ્રેઇન બેક્ટેરિયા ગરમીથી મૃત કરેલ $S$ સ્ટ્રેઇન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત (transformed) થાય છે.
રૂપાંતરણ સિદ્ધાંત: કોઈક રૂપાંતરણ તત્ત્વ મૃત $S$ સ્ટ્રેઇનમાંથી $R$ સ્ટ્રેઇનમાં વહન પામે છે,જેના કારણે $R$ સ્ટ્રેઇન લીસા પોલિસેકેરાઇડનું આવરણ બનાવે છે અને તે ઝેરી બની જાય છે. આ સૂચવે છે કે જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થયું છે.

Explore More

Similar Questions

ઝિન્ડર અને લેડરબર્ગે નીચેનામાંથી કયા બેક્ટેરિયામાં ટ્રાન્સડક્શનની પ્રક્રિયા દર્શાવી હતી?

હર્ષે અને ચેઝના પ્રયોગમાં વાયરસમાંથી બેક્ટેરિયામાં જનીન દ્રવ્યના પ્રવેશનો સાચો ક્રમ કયો હતો?

કોણે સાબિત કર્યું કે $DNA$ એ આનુવંશિક દ્રવ્ય છે?

ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉંદરમાંથી કયા નવા બેક્ટેરિયા પ્રાપ્ત થયા હતા?

જો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીના જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo