એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.
એધાવલય ક્રિયાશીલ બનતાં અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે.
મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો દ્વિતીયક જલવાહકમાં પરિપક્વન પામે છે અને પરિવર્તી એધાના કોષો દ્વિતીયક અન્નવાહકમાં પરિપક્વન પામે છે.
સામાન્ય રીતે એધા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ હોય છે. જેને પરિણામે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્વિતીયક જલવાહક ઉત્પન્ન કરે છે અને તેનો સંઘટિત જથ્થો (Compact Mass) બને છે. આ સ્થિતિએ દ્વિતીયક જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે.
દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દબાણ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક ધીમે ધીમે કચડાઈ (Gradually Crushed) જાય છે.
પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી અને કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ (યથાવતુ) રહે છે.
એધા કેટલીક જગ્યાએ દ્વિતીયક અન્નવાહક અને દ્વિતીયક જલવાહકને બદલે અનુક્રમે બહારની અને અંદરની બાજુએ અરીય રીતે લંબાયેલી મૂદુત્તક કોષોની સાંકડી પટ્ટીઓ (Narrow Bands) બનાવે છે. આ પટ્ટીઓ દ્વિતીયક મજ્જા કિરણો છે.
નીચે આપેલ પારિભાષિક શબ્દોનું આંતરિક રચનાકીય મહત્ત્વ છે. તે શબ્દોનો અર્થ શું છે ? રેખાકૃતિ દ્વારા સમજાવો.
$(a)$ કોષરસતંતુ $( \mathrm{Plasmodesmoses / Plasmodesmata} )$, $(b)$ મધ્યરંભ $( \mathrm{Middle\,\, lamella} )$, $(c)$ દ્વિતીય દીવાલ $( \mathrm{Secondary\,\, Wall} )$.
તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?
જ્યારે જુના વૃક્ષની વૃદ્ધિ થાય તો કોની જોડાઈમાં ઝડપથી વધારો થાય છે?
દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.
વૃક્ષોમાં વાર્ષિક વલયો ના નિર્માણ માટે નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?