મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ વિશે સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મધ્યકાષ્ઠ: જુના (ઘરડાં-Old) વૃક્ષમાં દ્વિતીય જલવાહકનો મોટા ભાગ એ પ્રકાંડના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં ટેનિન (Tannins), રાળ (Resins), તેલ (Oils), ગુંદર (Gums), સુગંધીદાર પદાર્થો (Aromatic substances) અને આવશ્યક તેલ (Essential Oils) જેવા કાર્બનિક પદાર્થો (Organic Compound)ની જમાવટને કારણે ઘેરા બદામી રંગનો દેખાય છે, આ પદાર્થો કાઇને સખત (Hard), ટકાઉ (Durable) અને સૂક્ષ્મ જીવાણુઓ કે કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક (Resistant) બનાવે છે. આ પ્રદેશ વધુ પ્રમાણમાં લિગ્નીનયુક્ત દીવાલો સાથેના મૃત ઘટકો ધરાવે છે. તેને મધ્યકાષ્ઠ (Heart-wood) કહે છે. મધ્યકાઇ પાણીનું વહન કરતું નથી. પરંતુ પ્રકાંડને યાંત્રિક આધાર આપે છે,

રસકાષ્ઠ: દ્વિતીયક જલવાહકનો પરિઘવર્તી પ્રદેશ આછા પીળા રંગનો દેખાય છે. જેને રસકાષ્ઠ (Sap-wood) કહે છે. તે મૂળથી પર્ણ તરફ પાણી અને ખનીજ દ્રવ્યોના વહનમાં ભાગ લે છે.

Similar Questions

કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.

..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.

દ્વિતીય વૃદ્ધિ દરમિયાન  પાશ્વીય મૂળ અને વાહી એધાની શરૂઆત નીચેના કોષોમાં થાય છે:

  • [NEET 2022]

ત્વક્ષેધા પેશીઓ બનાવે છે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે. શું તમે આ વાક્ય સાથે સહમત છો ? સમજાવો.

.......માંથી ઉપત્વચા ઉદ્દભવે છે.