એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે, ધારો કે ઘટના $A$, ‘સિકકા પર છાપ મળે' તે અને ઘટના $B$ ‘પાસા પર $3$ મળે તે દર્શાવે છે. ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ છે કે નહિ તે ચકાસો.
સારી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ઘટનાઓ $E$ અને $F$ નિરપેક્ષ છે ?
$E :$ ‘પસંદ કરેલ પત્તે રાજા અથવા રાણી છે”. $F : $ ‘પસંદ કરેલ પતું રાણી અથવા ગુલામ છે”.
એક થેલામાં $4$ લાલ અને $3$ વાદળી દડા છે. બે દડા વારાફરતી લેવામાં આવે છે. જો બીજો દડો લઈએ તે પહેલા, પહેલો દડો મૂકવામાં આવે તો પહેલા બે દડા લાલ અને બીજા બે દડા વાદળી હોવાની સંભાવના કેટલી થાય ?
એક અસમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે.જો છાપ આવે તો બે અસમતોલ પાસાને ઉછાળીને તેના પરના અંકોનેા સરવાળો નોધવામાં આવે છે.અને જો કાંટો આવે તો સરખી રીતે છીપેલાં $11$ પત્તાં કે જેની પર $2,3,4,…,12$ અંકો લખેલો છે તેમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે અને તેના પરનો અંક નોંધવામાં આવે છે.તો નોધાયેલી સંખ્યા $7$ અથવા $8$ હોય,તેની સંભાવના મેળવો.
પૂણાંકો $\{1,2,3, \ldots \ldots . .50\}$ માંથી એક પૂણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરાયેલ પૂર્ણાંક એ $4$, $6$ અને $7$ માંથી ઓછામાં ઓછા એકનો ગુણિ હોવાની સંભાવના............................. છે.