વિધાન: જો કોઈ પદાર્થ ને ઉપર તરફ ફેંકવામાં આવે , તો ઉપર તરફની ગતિમાં છેલ્લી સેકંડમાં પદાર્થે તેના પ્રારંભિક ઝડપથી અલગ ઝડપે કાપેલ અંતર $5\, m$ જેટલું છે.
કારણ: ઉપર તરફની ગતિમાં પદાર્થે છેલ્લી સેકંડમાં કાપેલ અંતર એ જ્યારે પદાર્થ પતન કરે ત્યારે નીચે તરફની ગતિની પ્રથમ સેકંડ માં કાપેલ અંતર જેટલું હોય.
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સત્ય છે પરંતુ કારણ સત્ય નથી.
વિધાન અને કારણ બંને અસત્ય છે.
સમતલમાં (દ્વિ-પરિમાણમાં) થતી અચળ પ્રવેગી ગતિનાં સમીકરણો $\overrightarrow v \, = \,\overrightarrow {{v_0}} \, + \overrightarrow a t$ અને $\overrightarrow r \, = \,\overrightarrow {{r_0}} \, + \overrightarrow {{v_0}} t\, + \,\frac{1}{2}g{t^2}$ મેળવો.
પ્રક્ષિપ્ત પદાર્થને તેના ગતિમાર્ગના કયા બિંદુએ લઘુતમ ઝડપ અને મહત્તમ ઝડપ હશે ?
સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થની શરૂઆતની સ્થિતિ $3 \hat{i}-8 \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. તો અચળ પ્રવેગથી ગતિ કરે છે અને $4 \,s$ બાદ $2 \hat{i}+4 \hat{j}$ સુધી પહોચે છે. તેનો પ્રવેગ શું હશે?
સમયના વિધેયના સ્વરૂપમાં કોઇ કણના સ્થાન સદિશ $\overrightarrow {R} = 4\sin \left( {2\pi t} \right)\hat i + 4\cos \left( {2\pi t} \right)\hat j$ વડે આપવામાં આવે છે, જયાં $R$ મીટરમાં, $t$ સેકન્ડમાં અને $\hat i$ અને $\hat j$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. કણની ગતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?