વિધુતક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતાં, બખોલમાં વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.
આકૃતિમાં દર્શાવ્યા અનુસારની બખોલ ધરાવતો સુવાહક છે.
બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી.
બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે.
બખોલવાળ સુવાહકને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
જો સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે અથવા બાહ્ય વિદ્યુતક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુતભારોને પ્રેરિત કરવામાં આવે, તો પણ બધા વિદ્યુતભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે છે.
સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશાં શિલ્ડેડ (સુરક્ષિત) રહે છે જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. ઉદાહરણ : આપણે કારમાં બેઠા હોઈએ અને બહારથી વિદ્યુતનો જીવંત તાર કે આકાશમાંની વીજળી કાર સાથે સંપર્કમાં આવે, તો કારના બારણાં જો બંધ હોય તો કારની બખોલમાં વિદ્યુતથી રક્ષણ મળે છે.
$R$ અને $2R$ ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓ છે બંનેની સપાટી પર સમાન વિધુતભારની પૃષ્ઠ ઘનતા $\sigma $ છે તેમને સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે છે. તો તેમની સપાટી પર નવી વિધુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે ?
વિધુતભારિત સુવાહકની સપાટી પર વિધુતક્ષેત્રનું સૂત્ર મેળવો.
પૃથ્વીનું વિદ્યુતસ્થિતિમાન શૂન્ય લેવામાં આવે છે કારણ કે પૃથ્વી સારું .........
વિદ્યુતભારિત વાહક ગોળા માટે કયું વિધાન સાચું નથી?
$a$ અને $b$ ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો.