ડાઇઇલેક્ટ્રિકના પ્રકારો લખીને સમજાવો અને દરેકના ઉદાહરણ આપો.
દ્રવ્યના અણુઓ ધ્રુવીય કે અધ્રુવીય હોઈ શકે છે તેથી ડાઇઈલેક્ટ્રિકના બે પ્રકાર છે.
$(1)$ ધ્રુવીય $(Polar)$ $(2)$ અધ્રુવીય $(Non-Polar)$ અણુને ધ્રુવીય અણું કહे છે.
$(1)$ ધ્રુવીય અણુ : જે ડાઇઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો એકજ બિંદુ પર સંપાત થયેલાં ન હોય તેવાં અણુને ધ્રુવીય અણુ કહે છે. ધ્રુવીય અણુઓને કાયમી ડાઇપોલ ચાકમાત્રા (મોમેન્ટ) હોય છે.
દા.ત : $H_20$, $HCl$ ના અણુઓ.
નીચે આકૃતિમાં ધ્રુવીય અણુઓ દર્શાવ્યા છે.
$(2)$ અધ્રુવીય અણુ : જે ડાઇઈલેક્ટ્રિકમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલાં હોય તેવાં અણુને અધ્રુવીય અણુ કહે છે. અધ્રુવીય અણુઓ કાયમી ડાઇપોલ ચાકમાત્રા ધરાવતા નથી.
દા.ત. : $O_2$, $H_2$, ના અણુઓ.
નીચે આકૃતિમાં અપ્રુવીય અણુઓ દર્શાવ્યા છે.
દર્શાવેલ આકૃતિમાં, સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટોની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક (માધ્યમના) સંયોજન બનાવીને એક કેપેસીટર રચવામાં આવેલ છે. આ રીતે બનાવેલ કેપેસીટરના કેપેસીટન્સનું સૂત્ર ......... થશે. (પ્લેટનું ક્ષેત્રફળ $=A$ છે)
$15$ ડાઇઇલેકિટ્રક અચળાંક ભરેલાં કેપેસિટરનું મૂલ્ય $15\,\mu F$ છે.તેને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.પ્લેટ વચ્ચે હવા ધરાવતાં $1\,\mu F$ કેપેસિટર ને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.ડાઇઇલેકિટ્રક દૂર કરીને બંને કેપેસિટરને સમાંતરમાં જોડતાં નવો વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થો અને જુદી-જુદી જડાઈ ( $t _1$ અને $\left.t _2\right)$ ના બનેલું એક સંયુક્ત સમાંતર પ્લેટ સંઘારક આકૃતિમાં દર્શાવેલ છે. બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થોને એક સુવાહક પાતળા સ્તર $(foil)$ $F$ વડે છૂટા પાડેલા છે. સુવાહક $foil$ નો વોલ્ટેજ $............V$ હશે.
$5\, \mu F$ કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરમાં ડાઇઇલેકિટ્રક પ્લેટ મૂકતાં વિદ્યુતસ્થિતિમાન $1/8^{th}$ માં ભાગનું થાય છે.તો ડાઇઇલેકિટ્રક નો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો હશે?
$A$ ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને $\frac{d}{2}$ જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક $K = 4$ ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો.