(N/A) ફિનોલમાંથી એસ્પિરિન બનાવવાની પ્રક્રિયા મુખ્ય બે તબક્કામાં થાય છે:
$1$. ફિનોલનું સેલિસિલિક એસિડમાં રૂપાંતર (કોલ્બે પ્રક્રિયા):
ફિનોલની પ્રક્રિયા $NaOH$ સાથે કરતા સોડિયમ ફિનોક્સાઈડ મળે છે. ત્યારબાદ તેની પ્રક્રિયા $400 \ K$ તાપમાને અને $4-7 \ atm$ દબાણે $CO_2$ સાથે કરવામાં આવે છે,અને અંતે $H^+$ વડે એસિડિકરણ કરતા સેલિસિલિક એસિડ મળે છે.
$2$. સેલિસિલિક એસિડનું એસિટિલેશન:
સેલિસિલિક એસિડની પ્રક્રિયા એસિટિક એનહાઈડ્રાઈડ $(CH_3CO)_2O$ સાથે એસિડ ઉદ્દીપક $(H^+)$ ની હાજરીમાં કરવામાં આવે છે. આ પ્રક્રિયાને એસિટિલેશન કહે છે,જેમાં ફિનોલિક હાઈડ્રોજનનું વિસ્થાપન એસિટાઈલ સમૂહ દ્વારા થાય છે,જેનાથી એસ્પિરિન ($2$-એસેટોક્સીબેન્ઝોઈક એસિડ) અને એસિટિક એસિડ $(CH_3COOH)$ મળે છે.