સામાન્ય પ્રક્રિયાનું સમીકરણ લખી સમજાવો કે -પ્રક્રિયાનો ક્રમ એટલે શું છે ? તેનું મૂલ્ય ક્યુ હોય ?
સામાન્ય પ્રક્રિયા : $a A +b B \rightarrow c C +d D$
તેથી આ પ્રક્રિયાના વિકલન વેગની અભિવ્યક્તિ નીચે પ્રમાણે થાય.
વેગ $=-\frac{ d [ R ]}{ dt }=k[ A ]^{x}[ B ]^{y}$
જ્યાં $x$ અને $y$ ના મૂલ્યો પ્રાયોગિક રીતે નક્કી કર્યાં છે. જે $a$ અને $b$ નાં જેટલાં અથવા તેનાથી ભિન્ન હોઈ શકે છે.
જ્યાં $x=$ Aની સાંદ્રતા કેટલા અંશે વેગના માટે સંવેદનશીલ છે તે અને $y= B ન$ સાંદ્રતા કેટલા અંશે વેગના માટે સંવેદનશીલ છે તે દર્શાવે છે.
$(i)$ $x$ને $A$ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કહે છે.
$(ii)$ $y$ને $B$ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કહે છે.
$(iii)$ $(x+y)=$ પ્રક્રિયાનો એકંદર ક્રમ છે.
પ્રક્રિયાનો ક્રમ : પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિમાં પ્રત્યેક પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળાને તે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે.
પ્રક્રિયા ક્રમનું મૂલ્ય $0,1,2,3$ અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે, આ મૂલ્યો હંમેશા પ્રયોગથી જ નક્કી કરી શકાય છે.
પ્રક્રિયા $A + B \to C + D$ માટે જો $B$ ની સાંદ્રતાને અસર કર્યા વગર $A$ ની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે. જો $A$ ની સાંદ્રતાને અસર કર્યા વગર $B$ ની સાંદ્રતા $9$ ગણી કરીએ તો વેગ ત્રણ ગણો થાય છે. તો પ્રક્રિયાક્રમ જણાવો.
અચળ તાપમાન પ૨ વાયુ અવસ્થામાં નીચે આપેલ એક તબક્કીય પ્રક્રિયા ને ધ્યાનમાં લો.
$2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}$
જ્યારે પ્રક્રિયા, $A$ નું $1.5 \mathrm{~atm}$ દબાણ અને $\mathrm{B}$ નાં $0.7 \mathrm{~atm}$ દબાણ સાથે પ્રારંભ (શરૂ) કરવામાં આવ્યો હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $r_1$ તરીક નોંધવામાં આવ્યો. થોડાક સમય પછી, જ્યારે $C$ નું દબાણ $0.5 \mathrm{~atm}$ થાય છે ત્યારે $r_2$ વેગ નોંધવામા આવ્યો, $r_1: r_2$ ગુણોત્તર ............ $\times 10^{-1}$ છે.
(નજીક નો પૂર્ણાક)
જો પ્રક્રિયાનો $t_{1/2} = 69.3$ સેકન્ડ છે અને દર અચળાંક $10^{-2}$ પ્રતિ સેકન્ડ છે તો પ્રક્રિયા ક્રમ.......
એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે ? જો પ્રક્રિયકની સાંદ્રતા $(i)$ બમણી કરવામાં આવે $(ii)$ અડધી કરવામાં આવે છે.
રાસાયણિક પ્રક્રિયા નીચે આપેલ તબક્કામાંથી પસાર થાય છે.
તબક્કો $: I :$ $2A $ $\rightleftharpoons$ $ X $ ઝડપી.
તબક્કો $II :$ $X + B $ $\rightleftharpoons$ $Y$ ધીમી
તબક્કો $III :$ $Y + B$ નીપજ ઝડપી આખી પ્રક્રિયા કયા નિયમ પર આધારિત છે ?