(A) સમજૂતી: આલ્ડિહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન કીટોન કરતા સરળ છે. આ ઓક્સિડેશનમાં $C-H$ નું $C-OH$ માં રૂપાંતર સરળતાથી થાય છે. આ કારણોસર,આલ્ડિહાઇડનું એસિડમાં ઓક્સિડેશન $Ag^{+}$,$Cu^{2+}$ જેવા મંદ ઓક્સિડેશનકર્તા દ્વારા કરવામાં આવે છે.
આલ્ડિહાઇડનું ઓક્સિડેશન $(i)$ ટોલેન્સ પ્રક્રિયક અને $(ii)$ ફેહલિંગ પ્રક્રિયક દ્વારા કરી શકાય છે,પરંતુ કીટોનનું ઓક્સિડેશન આ રીતે થઈ શકતું નથી. તેથી,આલ્ડિહાઇડ અને કીટોનને અલગ પાડવા માટે નીચે મુજબના મંદ ઓક્સિડેશનકર્તા વપરાય છે.
$(a)$ ટોલેન્સ કસોટી: આલ્ડિહાઇડને તાજા બનાવેલા એમોનિયમ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણ (ટોલેન્સ પ્રક્રિયક) સાથે ગરમ કરતા,સિલ્વર ધાતુ બનવાને કારણે ચમકદાર સિલ્વર મિરર મળે છે. આલ્ડિહાઇડનું અનુરૂપ કાર્બોક્સિલેટ આયનમાં ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે.
પદ્ધતિ: જ્યારે આલ્ડિહાઇડ સંયોજનોને ટેસ્ટ ટ્યુબમાં ટોલેન્સ પ્રક્રિયક સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે સિલ્વર ધાતુ આપે છે,જે ટેસ્ટ ટ્યુબની અંદરની દીવાલ પર સ્તર બનાવે છે અને સિલ્વર મિરર આપે છે. આ પ્રક્રિયામાં આલ્ડિહાઇડ $(-CHO)$ સમૂહનું ઓક્સિડેશન કાર્બોક્સિલેટ $(-COO^{-})$ આયનમાં થાય છે,જ્યારે $Ag^{+}$ નું $Ag$ માં રિડક્શન થાય છે.
આ ટોલેન્સ કસોટીને સિલ્વર મિરર કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કસોટી ફક્ત આલ્ડિહાઇડ આપે છે,કીટોન આપતા નથી.
$(b)$ ફેહલિંગ કસોટી: આ કસોટી ફક્ત એલિફેટિક આલ્ડિહાઇડ આપે છે,પરંતુ કીટોન આપતા નથી.
ફેહલિંગ દ્રાવણ: ફેહલિંગ દ્રાવણ $A$ અને ફેહલિંગ દ્રાવણ $B$ ને સમાન પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે છે.
ફેહલિંગ દ્રાવણ $A$: તે કોપર સલ્ફેટ $(CuSO_{4})$ નું દ્રાવણ છે.
ફેહલિંગ દ્રાવણ $B$: તે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ (રોશેલ ક્ષાર) નું બેઝિક દ્રાવણ છે.