(N/A) $1$. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે.
$2$. કાર્બોક્સિલ સમૂહ $(-COOH)$ એ નિષ્ક્રિયકારક અને મેટા-નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે.
$3$. તેઓ ફ્રિડેલ-ક્રાફ્ટસ પ્રક્રિયા આપતા નથી કારણ કે કાર્બોક્સિલ સમૂહ પ્રબળ નિષ્ક્રિયકારક છે અને ઉદ્દીપક (લુઈસ એસિડ,$AlCl_3$) કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાઈ જાય છે.
$4$. ઉદાહરણો:
$(i)$ બેન્ઝોઈક એસિડનું નાઈટ્રેશન: બેન્ઝોઈક એસિડ સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને $m$-નાઈટ્રોબેન્ઝોઈક એસિડ બનાવે છે.
(ii) બેન્ઝોઈક એસિડનું બ્રોમિનેશન: બેન્ઝોઈક એસિડ $FeBr_3$ ની હાજરીમાં $Br_2$ સાથે પ્રક્રિયા કરીને $m$-બ્રોમોબેન્ઝોઈક એસિડ બનાવે છે.
(iii) બેન્ઝોઈક એસિડનું સલ્ફોનેશન: બેન્ઝોઈક એસિડ $H_2SO_4$ ($SO_3$ ધરાવતું) સાથે પ્રક્રિયા કરીને $m$-સલ્ફોબેન્ઝોઈક એસિડ બનાવે છે.