(N/A) $\Rightarrow$ કશા (Flagella): બેક્ટેરિયલ કોષો પ્રચલનશીલ અથવા અપ્રચલનશીલ હોઈ શકે છે. જો તે પ્રચલનશીલ હોય,તો તેમની કોષદીવાલમાંથી પાતળા તંતુમય પ્રવર્ધો નીકળે છે જેને કશા કહે છે. બેક્ટેરિયામાં કશાની સંખ્યા અને ગોઠવણીમાં વિવિધતા જોવા મળે છે. બેક્ટેરિયલ કશા ત્રણ ભાગોની બનેલી હોય છે - તંતુ (filament),અંકુશ (hook) અને તલસ્થ કાય (basal body). તંતુ એ સૌથી લાંબો ભાગ છે જે કોષની સપાટીથી બહારની તરફ વિસ્તરેલો હોય છે.
$\Rightarrow$ પિલી (Pili): પિલી એ વિશિષ્ટ પ્રોટીનમાંથી બનેલી લાંબી નલિકાકાર રચનાઓ છે. તે સપાટી પરની રચનાઓ છે પરંતુ પ્રચલનમાં કોઈ ભૂમિકા ભજવતી નથી.
$\Rightarrow$ ફિમ્બ્રી (Fimbriae): ફિમ્બ્રી એ કોષમાંથી બહાર નીકળતા નાના બ્રશ જેવા તંતુઓ છે. કેટલાક બેક્ટેરિયામાં,તે બેક્ટેરિયાને ઝરણાંના પથ્થરો સાથે અને યજમાન પેશીઓ સાથે જોડવામાં મદદ કરે છે.