(N/A) $\Rightarrow$ કોષરસમાં આવેલી તંતુમય પ્રોટીનયુક્ત રચનાઓના જટિલ જાળાને સામૂહિક રીતે કોષપિંજર (Cytoskeleton) કહેવામાં આવે છે. તે યાંત્રિક આધાર,પ્રચલન અને કોષનો આકાર જાળવી રાખવા જેવા ઘણા કાર્યોમાં સંકળાયેલું છે.
$\Rightarrow$ કોષપિંજર ત્રણ પ્રકારના તંતુઓનું બનેલું છે: સૂક્ષ્મ તંતુઓ (Microfilaments),સૂક્ષ્મ નલિકાઓ (Microtubules) અને મધ્યવર્તી તંતુઓ (Intermediate filaments).
$\Rightarrow$ સૂક્ષ્મ તંતુઓ એક્ટિન જેવા પ્રોટીનના બનેલા હોય છે. તેઓ છૂટાછવાયા અથવા સમાંતર અથવા જાળા સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. તેઓ અમીબીય ગતિ,કોષરસનું પરિભ્રમણ અને દ્રવ્યોના સ્થળાંતર જેવા કાર્યો કરે છે. તેઓ કોષીય ગતિ અથવા કોષના આકારમાં ફેરફાર સાથે સંકળાયેલા છે.
$\Rightarrow$ સૂક્ષ્મ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી પોલા નળીઓ છે. તેઓ કોષનો આકાર જાળવવામાં,કોષીય ગતિ અને દ્રવ્યોના કોષીય વહનમાં મદદ કરે છે. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોના સ્થળાંતર માટે તે જરૂરી છે.
$\Rightarrow$ મધ્યવર્તી તંતુઓ ટકાઉ અને મજબૂત પ્રોટીન તંતુઓ છે. તેઓ તંતુઓની ટોપલી જેવી રચના બનાવે છે અને અન્ય તંતુઓને આધાર આપે છે.