શેષ પ્રમેયનો ઉપયોગ કરી $x^{3}+7 x^{2}+17 x+25$ ને $x+4$ વડે ભાગતાં મળતી શેષ શોધો.
અહીં, $p(x)=x^{3}+7 x^{2}+17 x+25$ અને, $x+4$ નું શૂન્ય $(-4)$ છે.
માટે, $p(x)$ ને $x+4$ દ્વારા ભાગવાથી મળતી શેષ $p(-4)$ થાય.
$p(-4)=(-4)^{3}+7(-4)^{2}+17(-4)+25$
$=(-64)+7(16)-68+25$
$=-64+112-68+25$
$=-132+137$
$=5$
આમ,$x^{3}+7 x^{2}+17 x+25$ ને $x + 4$ વડે ભાગવાથી શેષ $5$ મળે.
અવયવ પાડો $: 4 x^{2}+4 x y-3 y^{2}$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$\frac{1}{\sqrt{5}} x^{\frac{1}{2}}+1$ બહુપદી છે.
નીચેનામાંથી કઈ બહુપદીનો એક અવયવ $(x -2)$ છે તે જણાવો :
$3 x^{2}+6 x-24$
$4 x^{2}+ x-2$
નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં $x^2$ નો સહગુણક જણાવો :
$(i)$ $(x-1)(3 x-4)$
$(ii)$ $(2 x-5)\left(2 x^{2}-3 x+1\right)$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય $(21)^{3}+(15)^{3}+(-36)^{3}$ ની કિંમત મેળવો.