એક વખત કોઈ વ્યક્તિ આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે પછી આ કુટેવ છોડવી કેમ અઘરી છે ? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.
વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે. જેમકે, ઉલ્લાસની અનુભૂતિ અને ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓને કારણે વ્યક્તિ કેફી પદાર્થો અને આલ્કોહૉલ સાથે સંકળાય છે. જેથી વ્યક્તિ જ્યારે તેની જરૂર હોતી નથી કે તેનો ઉપયોગ સ્વયં વિનાશ પ્રેરે છે, છતાં તેનો ઉપયોગ કરે છે. કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલા સંવેદના ગ્રાહકો (સંવેદનગ્રાહી અંગો)ની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. જેને કારણે નશાકારક પદાર્થો કે આલ્કોહૉલની ઉચ્ચ માત્રા જ સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે છે, કે જેથી તેને વધુ માત્રામાં લેવાની આદત પડી જાય છે. તેમ છતાં, એક વાત આપણા મગજમાં ઉતારવી રહી કે નશાકારક પદાર્થોનું એકવારનું પણ સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે. આ રીતે નશાકારક પદાર્થો અને આલ્કોહોલની વ્યસની કે બંધાણી ક્ષમતાને એક દુર્વ્યસની કે નીતિભ્રષ્ટ મિત્રવર્તુળ તરફ દોરી જાય છે કે જેથી આ પદાર્થોનું નિયમિત સેવન કરતું હોય છે તથા આ ચક્રમાંથી બહાર નીકળવું તે/તેણીના હાથની વાત રહેતી નથી.
અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?
નીચે આપેલ વનસ્પતિમાંથી કયાં નશાકારક પદાર્થો મળે છે?
$Q$
નીચેના પૈકી કયું તમાકુના વ્યસન સાથે સંકળાયેલ છે?
બ્રાઉન સુગર સાથે શું સુસંગત છે ?
અમુક કિશોરો શા માટે નશાકારક પદાર્થો લેવાનું શરૂ કરે છે ? તેને કઈ રીતે રોકી શકાય ?