કોઈ પણ પદાર્થ પરનો વિધુતભાર હંમેશાં $‘\mathrm{e}'$ નો પૂર્ણ ગુણાંક જ હોય છે તેમ શાના પરથી કહી શકાય ?
જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુતભારો હોય તો અન્ય બધા વિદ્યુતભારો $e$ ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોવાં જોઈએ.
ધારોકે, કોઈ પદાર્થમાં $n_{1}$ ઈલેક્ટ્રોન અને $n_{2}$ પ્રોટોન હોય, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભારનો જથ્યો $=n_{2} e+n_{1}(-e)=\left(n_{2}\right.$ - $n_{1}$ )e છે.
જ્યાં $n_{1}$ અને $n_{2}$ પૂર્ણ ગુણાંક છે
અને તેમનો તફાવત $=n_{2} e-n_{1}(-e)$
$=\left(n_{2}+n_{1}\right) e$ પણ પૂર્ણાંક છે.
આમ, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશાં $e$ નો પૂર્ણાંક ગુણાંક જ હોય છે અને તેમાં વધારો કે ધટાડો પણ $e$ ના પદમાં જ થઈ શકે છે.
યોગ્ય અવાહક પદાર્થોને ઘસવાથી મળતા વિધુતભારોના પ્રકાર જણાવો. તેમના નામ કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા ?
વિધુતભારના સંરક્ષણનો નિયમ લખો. તેનું ઉદાહરણ આપો.
દ્રવ્ય પદાર્થો વિધુતભાર કેમ પ્રાપ્ત કરે છે ?
ઊન સાથે ઘસેલા એક પોલીથીન ટુકડા પર $3 \times 10^{-7} \;C$ ઋણ વિદ્યુતભાર છે. $(a)$ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે? $(b)$ ઊનથી પોલીથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે?
એક પદાર્થ ઋણ વિદ્યુતભારીત શેના દ્વારા થઈ શકે છે?