પદાર્થ પરના વિધુતભાર પરખવા માટેનું સાધન કયું છે ? આ સાધનની રેખાકૃતિ વડે સમજૂતી આપો.
પદાર્થ પરના વિદ્યુતભાર પરખવા માટેનું સાધન સોનાના વરખવાળું વિદ્યુતદર્શક $(Gold\,Leaf\,Electroscope)$ છે.
સોનાના વરખ વિદ્યુતદર્શકની રેખાકૃતિ આકૃતિમાં દર્શાવી છે.
તે કાચનું અથવા બારીવાળા કાચનું બોક્સ છે કે જેમાં ધાતુના સળિયાને રબરના બૂચમાંથી ઊર્ધ્વ પસાર કરીને તેના ઉપરના છેડે ધાતુ ની ગોળ તક્તી અને નીચેના છેડે સોનાના પાતળા બે સમાન અને સમાંતર વરખ લગાડવામાં આવે છે.
જ્યારે વિદ્યુતભારિત પદાર્થ ટોચ પરની ધાતુની તક્તીને સ્પર્શે છે ત્યારે તક્તી પર વિદ્યુતભાર આવે છે જે વહન પામીને નીયેના છેકે રાખેલાં સોનાના વરખો પર જાય છે.
વિદ્યુતભારના જથ્થાનું સૂચન કરે છે.
આ સાધન પદાર્થ પરનો વિદ્યુતભાર અને તેનું ધ્રુવત્વ $(Polarity)$ નક્કી કરવા માટે ઉપયોગી છે.
મૂળભૂત વિધુતભારનો પ્રાથમિક $\mathrm{SI}$ એકમ અને મૂલ્ય જણાવો તેનાં નાના એકમો લખો.
બે સમાન અને $-q$ ઋણ વિદ્યુતભારીત વિદ્યુતભારોને $Y$ અક્ષ પર $(0, a)$ અને $(0, -a)$ બિંદુ આગળ મૂકેલા છે એક ધન વિદ્યુતભાર $q$ સ્થિર સ્થિતિએ છે જે $(2a, 0)$ બિંદુથી ડાબી બાજુએ ગતિ કરે છે. આ વિદ્યુતભાર કયો હશે ?
પદાર્થ ઋણ વિજભારિત ક્યારે થશે?
પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓને વિરુદ્ધ વિધુતભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો.
વિધુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ? વિધુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું ?