પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની માન્યતા શું હતી ? તેની ડાઇનેમો અસર જણાવો.
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની માન્યતા હતી કે પૃથ્વીના પેટાળમાં ઊંડે તેની ભ્રમણ અક્ષ પર ખૂબ મોટો ગજિયો ચુંબક છે. તેના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉદભવ્યું છે.
અત્યારે એવું માનવામાં આવે છે કે, પૃથ્વીના કેન્દ્રિય ભાગ (ગર્ભ-$Core$)ની બહારના વિસ્તારમાં પિગળેલ પ્રવાહી (મોટા ભાગે લોખંડ અને નિકલ) ની સંવહન ગતિના કારણો વિદ્યુતપ્રવાહો ઉદ્ભવે છે. જેના કારણો ચુંબકીય ક્ષેત્રો ઉદ્ભવે છે. જેને ડાઇનેમો અસર કહે છે.
વ્યાખ્યા લખો:
$(i)$ ભૌગોલિક ધ્રુવતલ
$(ii)$ ચુંબકીય ધ્રુવતલ
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્દભવવાનું યોગ્ય કારણ જણાવો.
પૃથ્વીની ડાઇપોલ અક્ષ અને પરિભ્રમણ અક્ષના કારણે બનતું સમતલ $\mathrm{S}$ વિચારો. $\mathrm{P}$ એ આ $\mathrm{S}$ સમતલમાં ચુંબકીય વિષવરેખા પરનું બિંદુ છે. $\mathrm{Q}$ એ ભૌગોલિક અને ચુંબકીય વિષુવવૃત્તો જ્યાં છેદે છે તે બિંદુ છે, તો $\mathrm{P}$ અને $\mathrm{Q}$ બિંદુ પર ડેક્સિનેશન અને ડીપ એંગલ શોધો.
ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને ...... ધ્રુવ કહે છે. ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને .......... ધ્રુવ કહે છે.
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્ત્વોના નામ આપો.