વ્યાખ્યા: ઉચ્ચ આલ્કેનને ઊંચા તાપમાને ગરમ કરવાથી તેનું વિઘટન થઈને નીચા આલ્કેન,આલ્કીન વગેરે મળે છે. ગરમીની મદદથી થતી આવી વિઘટન પ્રક્રિયાને પાયરોલિસિસ અથવા ક્રેકિંગ કહેવામાં આવે છે.
સામાન્ય પ્રક્રિયા:
$Higher \ alkane \xrightarrow[Pyrolysis]{Temperature} Lower \ alkane + Alkene \ mixture$
ઉદાહરણ: હેક્ઝેન $(C_6H_{14})$ નું $773 \ K$ તાપમાને પાયરોલિસિસ:
$C_6H_{14} \xrightarrow{773 \ K} C_6H_{12} + H_2$ $(i)$
$C_6H_{14} \xrightarrow{773 \ K} C_4H_8 + C_2H_6$ $(ii)$
$C_6H_{14} \xrightarrow{773 \ K} C_3H_6 + C_2H_4 + CH_4$ $(iii)$
ક્રિયાવિધિ: આલ્કેનનું પાયરોલિસિસ મુક્ત મૂલક પ્રક્રિયા હોવાનું માનવામાં આવે છે. કેરોસીન અથવા પેટ્રોલમાંથી ઓઈલ ગેસ કે પેટ્રોલ ગેસ બનાવવાની પ્રક્રિયા પાયરોલિસિસના સિદ્ધાંત પર આધારિત છે. ઉદાહરણ તરીકે,ડોડેકેન $(C_{12}H_{26})$,જે કેરોસીનનો એક ઘટક છે,તેને પ્લેટિનમ,પેલેડિયમ અથવા નિકલની હાજરીમાં $973 \ K$ તાપમાને ગરમ કરતા હેપ્ટેન અને પેન્ટેનનું મિશ્રણ મળે છે.
$C_{12}H_{26} \xrightarrow[973 \ K]{Pd, Pt, Ni} C_7H_{16} + C_5H_{10} + \text{Other products}$