તાપમાનના ફેરફાર સાથે યંગ મોડ્યુલસ પર શું અસર થાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તાપમાન વધતાં વિકૃતિ વધે તેથી $Y =$ પ્રતિબળ/વિકૃતિ સૂત્ર અનુસાર યંગ મોડ્યુલસ ધટે અને તાપમાન ધટતા યંગ મોડ્યુલસ વધે.

Similar Questions

$3.2\,m$ લંબાઈના એક સ્ટીલ ના તાર $\left( Y _{ s }=2.0 \times 10^{11}\,Nm ^{-2}\right)$ અને $4.4\,m$ લંબાઈના એક કોપર તાર $\left( Y _{ c }=1.1 \times 10^{11} Nm ^{-2}\right)$, બંને $1.4\,mm$ ત્રિજ્યા ધરાવતા તારને છેડેથી છેડ જોડવામાં આવેલા છે. જ્યારે તેમને ભાર વડે ખેંચવામાં આવે છે, તો પરિણામી ખેંચાણ $1.4\,mm$ માલૂમ પડે છે. આપેલ ભારનું ન્યૂટનમાં મૂલ્ય. $............$ હશે.($\pi=\frac{22}{7}$ છે)

  • [JEE MAIN 2022]

$3\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના બંને છેડા $20°C$ તાપમાને રાખેલા છે.જ્યારે તેનું તાપમાન $10°C$ થાય ત્યારે તેના માં ઉત્પન્ન થતું પ્રતિબળ ....... $N$ હશે ? રેખીય પ્રસરણનો અચળાંક $\alpha = {10^{ - 5}}   { ^\circ}{C^{ - 1}}$ અને $Y = 2 \times {10^{11}}\,N/{m^2}$

$2 \,m$ લંબાઈ અને $50\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના તાર પર $250\,kg$ નું દળ લગાવતા તેની લંબાઈમાં થતો વધારો $0.5\, mm$ છે તો લોખંડના તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે ?

રબર કરતાં સ્ટીલનો યંગ મોડ્યુલસ ઘણો વધારે છે, તો સમાન પ્રતાન વિકૃતિ માટે કોનું તણાવ પ્રતિબળ વઘારે હશે ? 

લાંબા પાતળા સ્ટીલના તાર પર $F$ જેટલું દબનીય બળ લગાવવામાં આવે છે. અને ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે. તેની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. $l$ તારની લંબાઈ, $A$ આડછેડનું ક્ષેત્રફળ, $Y$ યંગ મોડ્યુલૂસ અને $\alpha $ રેખીય પ્રસરણાંક હોય તો $F$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2017]