વાયુમાં વિધુતવિભાર અંગેના થોમસનના પ્રયોગો પરથી શું દર્શાવ્યું ? અને પ્લમ પુડિંગ મોડલ સમજાવો.
આ પ્રયોગો એ દર્શાવ્યું કે, વિવિધ તત્ત્વોના પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટકો (ઇલેક્ટ્રૉન) ધરાવે છે. આ ઘટકો (ઇલેક્ટ્રૉન) બધા પરમાણુઓ માટે એકસમાન હોય છે.
બધા પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટક હોવાં છતાં બધા પરમાણુઓ વિદ્યુતીય રીતે તટસ્થ છે.
આથી, આ ઋણ વિધુતભારને તટસ્થ કરવા તેમાં ધન વિદ્યુતભાર પણ હોવો જોઈએ. આ સમજવા માટે થોમસને પરમાણુ મૉડલ સમજાવ્યું જેને પ્લમ પુડિંગ મૉડલ કહે છે.
આ મૉડલ અનુસાર, પરમાણુનો ધન વિદ્યુતભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરીત થયેલો હોય છે.
આ મૉડલમાં ઋણ વિદ્યુતભારવાળા ઇલેક્ટ્રૉન, તડબૂચમાંના બીજની માફક તેમાં જકડાયેલા હોય છે. જેને પરમાણુનું પ્લમ પુડિંગ મૉડલ કહે છે.
જ્યારે પ્રથમ ટાર્ગેંટનો પરમાણ્વિય આંક $Z_1= 64$ અને બીજા ટાર્ગેંટનો પરમાણ્વિય આંક $Z_2 = 80$ હોય ત્યારે વિકિરણ $K_{\alpha\,1}$ અને $ K_{\alpha\,2}$ ની તરંગ લંબાઈનો આશરે ગુણોત્તર .......છે.
સુવર્ણનો પરમાણુક્રમાંક કેટલો?
${90^o}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય, તો ${60^o}$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામે?
લીથીયમ $L{i^{ + + }}$ માં પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે ......... $eV$ ઊર્જાની જરૂર પડે.
પરમાણુનો રાસાયણિક સ્વભાવ .......પર આધાર રાખે છે.