(N/A) ખોરાક એ તમામ સજીવોની પાયાની જરૂરિયાત છે.
- આપણા ખોરાકના મુખ્ય ઘટકો કાર્બોદિતો,પ્રોટીન અને ચરબી છે.
- ખનીજતત્વો અને વિટામિન્સની પણ અલ્પ માત્રામાં જરૂર હોય છે.
- ખોરાક વિવિધ પ્રવૃત્તિઓ માટે ઊર્જા પૂરી પાડે છે.
- ખોરાક પેશીઓની વૃદ્ધિ અને સમારકામ માટે કાર્બનિક દ્રવ્યો પૂરા પાડે છે.
- પાણી ચયાપચયની પ્રક્રિયાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને શરીરને નિર્જલીકરણથી બચાવે છે.
- ખોરાકમાં રહેલા જૈવ-મહાઅણુઓનો આપણું શરીર તેમના મૂળ સ્વરૂપમાં ઉપયોગ કરી શકતું નથી.
- તેમને પાચનતંત્રમાં તોડીને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરવા પડે છે.
- જટિલ ખોરાક પદાર્થોનું સરળ શોષણક્ષમ સ્વરૂપોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે,જે આપણા પાચનતંત્ર દ્વારા યાંત્રિક અને જૈવરાસાયણિક પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે.