(N/A) મધમાખી ઉછેર એ મધ,મધમાખીનું મીણ વગેરે જેવા વિવિધ ઉત્પાદનો મેળવવા માટે મધમાખીઓને પાળવાની પદ્ધતિ છે.
મધ એ અત્યંત પૌષ્ટિક ખોરાકનો સ્ત્રોત છે અને તેનો ઉપયોગ દેશી ચિકિત્સા પદ્ધતિઓમાં થાય છે. તે શરદી,ફ્લૂ અને મરડા જેવી ઘણી બીમારીઓની સારવારમાં ઉપયોગી છે.
મધમાખીઓમાંથી મેળવવામાં આવતા અન્ય વ્યાપારી ઉત્પાદનોમાં મધમાખીનું મીણ અને બી પોલેન (bee pollen) નો સમાવેશ થાય છે. મધમાખીના મીણનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો,પોલિશ બનાવવા માટે અને ઘણી દવાઓની બનાવટમાં પણ થાય છે.
તેથી,મધની વધતી જતી માંગને પહોંચી વળવા માટે,લોકોએ મોટા પાયે મધમાખી ઉછેરવાનું શરૂ કર્યું છે. તે ખેડૂતો માટે આવકનું સાધન બની ગયું છે કારણ કે તેમાં ઓછું રોકાણ જરૂરી છે અને તે શ્રમ-સઘન પ્રવૃત્તિ છે.