(N/A) જે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉર્જા ઉષ્મા,પ્રકાશ અથવા ધ્વનિ સ્વરૂપે મુક્ત થાય છે,તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે.
ઉદાહરણ: સોડિયમ અને ક્લોરિનની પ્રક્રિયાથી મીઠું બનવું:
$Na_{(s)} + \frac{1}{2} Cl_{2(g)} \longrightarrow NaCl_{(s)} + 411 \, kJ$ ઉર્જા.
જે પ્રક્રિયાઓમાં ઉર્જાનું શોષણ થાય છે અથવા પ્રક્રિયા આગળ વધવા માટે ઉર્જાની જરૂર પડે છે,તેને ઉષ્માશોષક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે.
ઉદાહરણ: પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં,વનસ્પતિ સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ગ્લુકોઝ અને ઓક્સિજનમાં રૂપાંતર કરે છે:
$6CO_{2(g)} + 6H_{2}O_{(l)} \xrightarrow{\text{Sunlight}} C_{6}H_{12}O_{6(aq)} + 6O_{2(g)}$