એક બિંદુગામી બળો કોને કહે છે ? આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો.
એક બિંદુગામી બળો: જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાથી પસાર થતી હોય,તો તે બળોને એક બિંદુગામી બળો કહે છે.
યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એટલે તેના પરનું ચોખ્યું (પરિણામી) બાહ્યબળ શૂન્ય હોય છે. આથી, કણ કાં તો સ્થિર છે અથવા અચળ વેગથી ગતિમાં છે.
જ્યારે કણ પર એક જ બાહ્યબળ $\vec{F}$ લાગે, તો તે પ્રવેગી ગતિ કરશે એટલે તે સંતુલનમાં રહી શકે નહીં.
જ્યારે કણ પર બે બાહ્યબળો $\vec{F}_{1}$ અને $\vec{F}_{2}$ લાગતાં હોય, ત્યારે તેનાં સંતુલન માટે $\Sigma \vec{F}=0$ થવું જોઈએ.
એટલે કે $\overrightarrow{ F }_{1}+\overrightarrow{ F _{2}}=0$ થવું જોઈએ.
$\therefore \overrightarrow{ F }_{1}=-\overrightarrow{ F _{2}}$ થાય.
આ પરિસ્થિતિ આકૃતિઓમાં દર્શાવી છે.
આમ,કણ પરના બે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ર દિશામાં હોવાં જોઈએ.
જ્યારે કણ પર ત્રણ બળો $\overrightarrow{ F }_{1}, \overrightarrow{ F _{2}}$ અને $\overrightarrow{ F }_{3}$ લાગતાં હોય ત્યારે તેનાં સંતુલન માટે $\Sigma \overrightarrow{ F }=0$ થવું જોઈએ એટલે
$\overrightarrow{ F }_{1}+\overrightarrow{ F _{2}}+\overrightarrow{ F _{3}}=0$ થાય.
$\therefore \overrightarrow{ F _{3}}=-\left(\overrightarrow{ F _{1}}+\overrightarrow{ F _{2}}\right)$ થાય.
આ પરિસ્થિતિ નીચેની આકૃતિમાં બતાવી છે.
આમ,કોઈ પણ બે બળો $\vec{F}_{1}$ અને $\overrightarrow{F_{2}}$ નું પરિણામી બળ સમાંતરબાજુ ચતુષ્કોણના નિયમ પરથી ત્રીજા બળ $\overrightarrow{F_{3}}$ ના મૂલ્ય જેટલું અને વિદ્ધ દિશામાં હોય, તો તે કણ સંતુલનમાં રહે.
સંતુલનમાં રહેલા કણ પર લાગતાં ત્રણ બળોને આકૃતિમાં બતાવેલ ત્રિકોણની બાજુઓ વડે દર્શાવી શકાય છે કे જેમાં સદિશોને દર્શાવતા તીરો કમશઃ લેવાં પડે.
સમક્ષિતિજ ગતિ કરતા ખોખાની અંદર, અવલોકનકાર જોવે છે કે એક પદાર્થને સૂવાળા આડા ટેબલ પર મૂકીને છોડવામાં આવે તો તે $10\,m / s ^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. જો આ ખોખામાં $1\,kg$ પદાર્થ હલકી દોરી દ્વારા લટકાવવામાં આવે, તો સંતુલન અવસ્થામાં દોરીમાં તણાવ (અવલોકનકારની દષ્ટિએ) $g =10\,m / s ^2 \ldots \ldots \ldots \ldots\,N$
ઍરિસ્ટોટલના ગતિ અંગેના ખ્યાલની ભૂલ કઈ હતી ?
$4 \,kg$ દળ નાં એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી શિરોલંબ દિવાલની સામે બળ $F$ લગાડીને સ્થિર મુકેલો છે. તો લગાડવામાં આવતું બળ .......... $N$ છે? $\left(g=10 \,m / s ^2\right)$
$10 \,kg$ દળને $5 \,m$ લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ $30 \,N$ જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ $\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)$ છે. $x$ નું મૂલ્ય ........... થશે. $\left(g=10 m / s ^{2}\right)$
ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં કયું પરિબળ બાહ્ય બળ લગાડે છે ?