નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x)=3 x^{2}-1,\,x=-\,\frac{1}{\sqrt{3}},\, \frac{2}{\sqrt{3}}$
$\therefore p\left(-\frac{1}{\sqrt{3}}\right)=3\left(-\frac{1}{\sqrt{3}}\right)^{2}-1=1-1=0$
$\left[\because\left(-\frac{1}{\sqrt{3}}\right)^{2}=-\frac{1}{\sqrt{3}} \times-\frac{1}{\sqrt{3}}=\frac{1}{3}\right]$
$\therefore p\left(-\frac{1}{\sqrt{3}}\right)=0$
આમ, $x=-\frac{1}{\sqrt{3}}$ એ બહુપદી $3 x^{2}-1$ નું શૂન્ય છે.
$p(x)=3 x^{2}-1$
$\therefore \quad p\left(\frac{2}{\sqrt{3}}\right) =3\left(\frac{2}{\sqrt{3}}\right)^{2}-1 $
$=3\left(\frac{4}{3}\right)-1=4-1=3 $
$ \therefore \quad p\left(\frac{2}{\sqrt{3}}\right) \neq 0 $
આમ, $x=\frac{2}{\sqrt{3}}$ એ બહુપદી $3 x^{2}-1$ નું શૂન્ય નથી.
નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x)=x^{2}-1, \,x=1,\,-1$
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(y)=y^{2}-y+1$
બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x+\pi$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3 x+4)(3 x-5)$
નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો. $4 x^{2}-3 x+7$.