$100 \,gm$ ગ્રામ પાણીનું તાપમાન $24^{\circ} C$ થી વધારીને $90^{\circ} C$ કરવું હોય તો તેમાંથી .......... ગ્રામ વરાળ પસાર કરવી પડે ?
$20$
$15$
$13$
$18$
$0^{\circ} C$ તાપમાન ધરાવતા $50$ ગ્રામ બરફને કેલોરીમીટરમાં $30^{\circ} C$ તાપમાન ધરાવતા $100 \,g$ પાણીમાં નાખવામાં આવે છે. જો કેલોરીમીટરની તાપીય ઉષ્મા ક્ષમતા શૂન્ય હોય ત્યારે મહત્તમ સંતુલનમાં .......... $g$ બરફ બાકી રહેશે?
એક પ્રયોગમાં પાત્રમાં પાણીનું તાપમાન $0\,^oC$ થી $100\,^oC$ થતાં $10\, minutes$ લાગે છે. હીટર દ્વારા બીજી $55\, minutes$માં તેનું સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થાય છે. પાત્રની વિશિષ્ટ ઉષ્મા અવગણ્ય છે અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $1\, cal / g\,^oC$ છે. પ્રયોગ દ્વારા પાણીનું વરાળમાં રૂપાંતર કરવા $cal/g$ માં કેટલી ઉર્જાની જરૂર પડે?
$-20°C$ રહેલા $2 \,kg$ બરફના ટુકડાને $20°C$ પર રહેલા $5\, kg$ ના પાણીમાં નાખતા પાણીનું કુલ દળ ....... $kg$ થશે? પાણી અને બરફની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $1\, kcal/kg per °C$ અને $0.5\, kcal/kg/°C $છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $80\, kcal/kg$ છે.
$0.047\, kg$ દળ ધરાવતાં ઍલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઊકળતું પાણી ધરાવતા પાત્રમાં મુકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન $100 \,^oC$ થાય છે. હવે આ ગોળાને તરત જ $20 \,^oC$ તાપમાન ધરાવતા $0.25\, kg$ પાણીભરેલા, $0. 14 \,kg$ દળવાળા. તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને $23\,^oC$ સ્થિર તાપમાન થાય છે, તો ઍલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો.
સવારનો નાસ્તો $60 \,kg$ ના વ્યક્તિને $5000 \,cal$ આપે છે, વ્યક્તિની કાર્યક્ષમતા $30\%$ છે. તો નાસ્તામાંથી મેળવેલી ઊર્જાનો ઉપયોગ કરીને વ્યક્તિ ............ $m$ ઊંચાઈ સુધી ઉપર ચઢી શકે?