એક સ્થિર કાર પર રહેલી રમકડાની બંદૂકમાથી છૂટેલી ગોળીનો મહત્તમ વિસ્તાર $R_0= 10\, m$ છે. જો કાર ને સમક્ષિતિજમાં ગોળી છૂટવાની દિશામાં અચળ વેગ $v = 20\, m/s$ થી ગતિ કરાવવામાં આવે તો મહત્તમ વિસ્તાર માટે બંદુકનો લઘુકોણ ...... $^o$ થાય.
$30$
$60$
$75$
$45$
એક માણસ ખુલ્લા મેદાનમાં એેવી રીતે ગતિ કરે છે કે $10 \,m$ સુધી સીધી રેખામાં ગતિ કર્યા બાદ તે તેની ડાબી બાજુથી $60^{\circ}$ તીવ્ર વળાંક લે છે. તો પ્રારંભથી $8$માં વળાંક સુધી કરેલુ સ્થાનાંતર ......... $m$ હશે.
એક કાર ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે $45^o$ ના કોણે $6\, km$ ની અંતર કાપે છે અને પછી ઉત્તર તરફ પૂર્વ દિશા સાથે $135^o$ ના કોણે $4\, km$ અંતર કાપે છે . તો તે પ્રારંભિક સ્થાન થી કેટલી દૂર હશે? તેના પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ને જોડતી સુરેખા પૂર્વ દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે?
સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ, તત્કાલીન વેગ અને વેગના ઘટકો સમજાવો.
કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? શું સમય સાથે તે બદલાઈ શકે ? શું અવકાશમાં જુદાંજુદાં સ્થાનો પાસે બે સમાન સદિશો $a$ તથા $b$ સમાન ભૌતિક અસર દર્શાવશે ? તમારા જવાબના સમર્થનમાં ઉદાહરણ આપો.
એક પ્રક્ષિપ્ત ($\hat i + 2\hat j$)$ms^{-1}$ જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં $\hat i$ એ સમક્ષિતિજ દિશામાં અને $\hat j$ એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો $g=10$ $ms^{-2}$ હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે.