સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિધુતસ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે તેમ સમજાવો.
સુવાહકની અંદરના ભાગમાં $\overrightarrow{ E }=0$ હોવાથી અને સપાટી પર $\overrightarrow{ E }$ નો કોઈ સ્પર્શીય ધટક ન હોવાથી નાના પરીક્ષણ વિદ્યુતભારોને સુવાહકની અંદરના ભાગમાં અને સપાટી પર ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી.
એટલે કे સુવાહકની અંદરના કे સપાટી પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત નથી તેથી સપાટી પર અંદર વિદ્યુતભારને ગતિ કરાવવા કોઈ કાર્ય કરવું પડતું નથી.
જો સુવાહક વિદ્યુતભારિત હોય તો વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરપપે હોય છે એટલે કે સપાટી પરનું સ્થિતિમાન અને સપાટીની તરત બહારના બિંદુનું સ્થિતિમાન જુદૂ છે.
યાદ્છિક પરિમાણ, આકાર અને વિદ્યુતભાર વિતરણ ધરાવતા સુવાહકોના તંત્રમાં દરેક સુવાહકને લાક્ષણિક અચળ મૂલ્યનું
સ્થિતિમાન હોય છે, પરંતુ આ અચળાંક જુદા જુદા સુવાહકો માટે જુદો જુદો હોઈ શકે છે જે આકૃતિમાં દર્શાવ્યું છે.
$1\,cm$ અને $2\,cm$ ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓ પરનો વિદ્યુતભાર અનુક્રમે ${10^{ - 2}}\,C$ અને $5 \times {10^{ - 2}}\,C$ છે. . જો તેઓ વાહક તાર દ્વારા જોડાયેલા હોય, તો નાના ગોળા પર વિદ્યુતભાર કેટલો થશે?
ધાતુઓમાં સ્થિત વિધુતશાસ્ત્ર સમજાવો. બાહ્ય વિધુતક્ષેત્રમાં ધાતુઓને મૂકતાં થતી અસર સમજાવો
$a$ અને $b$ ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો.
સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.
$R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર $\left(\sigma_{1} / \sigma_{2}\right)$ $.....$ છે.