(N/A) જ્યારે સોલેનોઇડ (કોઇલ) માંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે તે ગજિયા ચુંબક જેવું વર્તે છે. કોઇલનો એક છેડો ઉત્તર $(N)$ ધ્રુવ તરીકે અને તેની વિરુદ્ધનો છેડો દક્ષિણ $(S)$ ધ્રુવ તરીકે વર્તે છે.
કોઇલના છેડાઓની ધ્રુવીયતા નીચે મુજબના નિયમ દ્વારા નક્કી કરી શકાય છે:
$(1)$ જો કોઇલના એક છેડાથી જોતા,વિદ્યુતપ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં (clockwise) વહેતો દેખાય,તો તે છેડો દક્ષિણ $(S)$ ધ્રુવ તરીકે વર્તે છે.
$(2)$ જો કોઇલના એક છેડાથી જોતા,વિદ્યુતપ્રવાહ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (anticlockwise) વહેતો દેખાય,તો તે છેડો ઉત્તર $(N)$ ધ્રુવ તરીકે વર્તે છે.
આ બાબત આપેલી આકૃતિમાં દર્શાવેલ છે,જ્યાં ઘડિયાળના કાંટાની દિશાનો પ્રવાહ દક્ષિણ ધ્રુવ અને વિરુદ્ધ દિશાનો પ્રવાહ ઉત્તર ધ્રુવ દર્શાવે છે.