એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.
એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જાને ઊર્જા ધનતા કહે છે.
કૅપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા,
$U=\frac{1}{2} \frac{ Q ^{2}}{ C }$
$=\frac{1}{2} \frac{(\sigma A )^{2}}{1} \times \frac{d}{\epsilon_{0} A }$ જ્યાં $Q =\sigma A$ અને $C =\frac{\epsilon_{0} A }{d}$
$=\frac{\sigma^{2} Ad }{\epsilon_{0}}$
પણ $\frac{\sigma}{\epsilon_{0}}= E$ મૂક્તાં,
$U =\frac{1}{2} E ^{2} \in_{0} \times A d$
પણ $Ad$ એ બે પ્લેટો વચ્ચેના વિસ્તારનું ક્દ છે.
$\therefore \frac{ U }{ A d}=\frac{1}{2} \in_{0} E ^{2}$ એકમ કદ દીઠ $\delta$ ઊર્જા ધનતા છે તેને $\rho_{ E }$ વડે દર્શવાય છે અથવા $u$વડે દર્શાવાય છે.
$\therefore$ એકમ કદ દીઠ ઊર્જા,
$\rho_{ E }=\frac{1}{2} \epsilon_{0} E ^{2}$
$5.0\, \mu F$ કેપેસિટરને $800\, V$ સુધી ચાર્જ કરીને વાહક સાથે જોડતા ડિસ્ચાર્જ દરમિયાન વાહકને આપેલ ઊર્જા .....
$600\,pF$ નું એક કેપેસીટર $200\,V$ સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને $600\,pF$ ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ $\mu J$ છે.
જો ત્રણ કેપેસિટરો હોય અને એક ઉદગમ કે જેનો $e.m.f.\, V$ હોય તો સંગ્રહિત ઊર્જા મહત્તમ થવા માટે ત્રણ કેપેસિટરોને ઉદગમની વચ્ચે કેવી રીતે જોડવા હોવા જોઈએ ?
સમાંતર પ્લેટ કેપેસીટન્સમાં પ્લેટને અલગ કરવા માટે કરવું પડતું કાર્ય મેળવો.
$0.6\ \mu F$ અને $0.3\ \mu F$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોને શ્રેણીમાં $6$ વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનો ગુણોત્તર શોધો.