$\sqrt{13}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
$13=9+4=3^{2}+2^{2}$
સંખ્યારેખા પર, $OA = 3$ એકમ લો.
$OA$ ને લંબ, $BA = 2$ એકમ દોરો. (જુઓ આકૃતિ )
પાયથાગોરસ પ્રમેય પરથી, $OB = \sqrt {13}$
પરિકરથી $O$ કેન્દ્ર અને $OB$ જેટલી ત્રિજ્યા લઈ સંખ્યારેખાને $C$ માં છેદતું એક ચાપ દોરો. તેથી બિંદુ $C$ એ $\sqrt {13}$ ને સંગત છે.
જો $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732,$ હોય, તો $\frac{4}{3 \cdot \sqrt{3}-2 \cdot \sqrt{2}}+\frac{3}{3 \cdot \sqrt{3}+2 \cdot \sqrt{2}}$ ની કિંમત શોધો.
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકાર ની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{37}{60}$
$-\frac{2}{3}$ અને $\frac{1}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
નીચેની દરેક સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236,$ લઈ ત્રણ દશાંશસ્થળ સુધી મૂલ્ય મેળવો.
$\frac{1}{\sqrt{3}+\sqrt{2}}$
કિમત શોધો.
$\left(\frac{125}{64}\right)^{-\frac{2}{3}}$