જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફર્ડના ન્યુક્લિયર મૉડેલમાં ન્યુક્લિયસ (ત્રિજ્યા લગભગ $10^{-15}\, m$ ) સૂર્યના જેવો છે જેની આસપાસ ઈલેક્ટ્રૉન કક્ષામાં (ત્રિજ્યા $10 ^{-10}\,m)$ ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક કે દૂર હોત ? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા $1.5 \times 10^{11}\,m$ છે. સૂર્યની ત્રિજ્યા $7\times 10^8\, m$ લેવાય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઈલેક્ટ્રૉનની કક્ષાની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર $(10 ^{-10} \,m)  \,(10^{-15} \,m) = 10^5$ છે, એટલે કે ઈલેક્ટ્રૉનની કક્ષાની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજયા કરતાં $10^5$ ગણી મોટી છે. જો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા કરતાં $10^5$ ગણી મોટી હોત તો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા $10 ^5 \times 7 \times 10^8\, m = 7 \times 10^{13}\,m$ હોત. આ મૂલ્ય પૃથ્વીની વાસ્તવિક કક્ષીય ત્રિજ્યા કરતાં $100$ ગણાથી પણ વધારે છે. આમ, પૃથ્વી સૂર્યથી ઘણી વધારે દૂર હોત. આનો અર્થ એ છે કે આપણા સૂર્યમંડળમાં છે તે કરતાં પરમાણુ ખાલી અવકાશનો ઘણો વધુ અંશ ધરાવે છે.

Similar Questions

નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

  • [JEE MAIN 2022]

$5.5 \,MeV$ ગતિઊર્જા ધરાવતું $\alpha$-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો $\sqrt{ d _{1}}$ અને $\sqrt{ d _{2}}$ અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ માટેના impact-પ્રાચલો છે. $d _{1}=x d _{2}$ માટે $x$ નું મૂલ્ય ............ છે.

  • [JEE MAIN 2022]

સંઘાત પ્રાચલ કોને કહે છે ? 

ગેઇગર-માસ્સર્ડનના પ્રકીર્ણનનો પ્રયોગ વર્ણવો. 

હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજીત અવસ્થા અને ભૂમિ અવસ્થાની કક્ષાના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.