ઘનતા $(\rho )$, લંબાઈ $(a)$ અને પૃષ્ઠતાણ $(T)$ ના પદમાં આવૃતિને કઈ રીતે દર્શાવી શકાય?
બળ $[F],$ પ્રવેગ $[A]$ અને સમય $[T]$ ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે. ઊર્જાનું પરિમાણ શોધો.
સમીકરણ $F=\frac{\alpha-t^2}{\beta v^2}$ માં $\frac{\alpha}{\beta}$ ના પરિમાણો ક્યા હશે?, જ્યાં $F$ એ બળ છે, $v$ એ વેગ છે અને $T$ એ સમય છે.
પરિમાણની સંકલ્પના પાયાનું મહત્ત્વ ધરાવે છે સમજાવો.
એક નાના $r$ ત્રિજયાવાળા સ્ટીલ ના દડાને $\eta $ શ્યાનતાગુણાંકવાળા ચીકણા પ્રવાહીથી ભરેલાં સ્તંભમાં ગુરુત્વાકર્ષણ હેઠળ મુકત કરવામાં આવે છે. થોડાક સમય પછી દડાનો વેગ ટર્મિનલ વેગ ${v_T}$ જેટલું અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે.ટર્મિનલ વેગ નીચે મુજબ ની બાબતો પર આધાર રાખે છે $(i)$ દડાનું દળ $m$, $(ii)$ $\eta $, $(iii)$ $r$ અને $(iv)$ ગુરુત્વપ્રવેગ $g$ તો નીચેનામાથી કયું પારિમાણિક રીતે સાચું થાય?